________________
શ્રી નમસ્કાર મહામંત્ર તત્ત્વચંદ્રિકા
૧૨૩
શ્રી નવકારની ઉપાસનાનું લક્ષ્ય તો આંતરિક વિકારો, અશુભ સંસ્કારો અને વાસનાઓ ઘટી આધ્યાત્મિક વિકાસ થાય એ જ રાખવું ઘટે, તેમ છતાં શરૂઆતમાં આરાધનાના પગથારે ચઢતા બાળમાનસને આ રીતે પણ કેળવી શકાય કે જગતના જે પદાર્થો આપણને આજે ગમે છે તે મેળવવા માટે પુરુષાર્થ કરતાં પુણ્ય વધુ જરૂરી છે. તેથી દુનિયાના એ પ્રામાણિક પુરુષાર્થ કરવાની સાથે શ્રી નવકારનો જાપ – સ્મરણ - ચિંતન અને પંચપરમેષ્ઠીઓની આજ્ઞાનું યથાશકય નિષ્કામ પાલને પણ ખાસ જરૂરી છે. એમ સમજાવી તે રીતે પણ તે બાલ જીવને શ્રી નવકારની નજીક રાખવો ઘટે. કેમ કે શ્રી નવકારમાં એવી અજબ શકિત છે કે આપણે ગમે તે ભાવથી પણ શ્રી નવકારના અનન્ય શરણાગત થઈ જઈએ પછી આપણી મનોભૂમિકાના અપ્રશસ્ત ભાવોને પણ તે ધીરે ધીરે વિદાય કરી સુંદર ઉચ્ચ આધ્યાત્મિક ભાવોની ભૂમિકા તૈયાર કરી દે છે.
જેમ નાનું બાળક મલેરિયા તાવમાં કડવી દવા ન પીતું હોય તો મા પતાસાની લાલચ આપીને પણ કડવી દવા પાય, જેથી તે બહાને પેટમાં જતી કડવી દવા અંદરથી મૂળમાંથી રોગને હઠાવી
આ રીતે શ્રી નવકાર આના કરતાં પણ વધુ વાત્સલ્યથી આપણા સમર્પણની માત્રા પ્રમાણે આપણી અંતરની વાસનાઓથી પ્રેરાઈને પણ શ્રી નવકારની શરૂ કરેલી આરાધનામાં વિકૃત તત્ત્વ હઠાવી આપણા અંતરમાં વિવેકનું તત્વ પ્રકટાવી જીવનને ઉચ્ચ કક્ષા તરફ ધપાવવામાં મદદગાર બને છે.
આ રીતે થી નમસ્કાર મહામંત્ર આપણી તેઓની આજ્ઞા-પાલનની યથાશકય તૈયારી રૂપ સમર્પણ ભાવના બળે માતા કરતાં અનેક ગણા વાત્સલ્ય સાથે આપણા દૂષિત વિચારો કે જીવન પરિણતિને પલટાવી વિકાસની ઉચ્ચ કક્ષા તરફ નાના બાળકને આંગળી પકડી જેમ ચલાવાય તેમ આપણા આધ્યાત્મિક સાધનાનાં વિષમ - કઠણ ચઢાણોને પણ પાર કરાવે છે.
આવા અદ્ભુત મહામહિમાશાળી રાજ-રાજેશ્વર શ્રી નવકારની આરાધનાથી તમો વિશિષ્ટ આધ્યાત્મિક પ્રગતિના પંથે પપો એ મંગલ કામના.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org