________________
૧૨
શ્રી નમસ્કાર મહામંત્ર તત્ત્વચંદ્રિકા
Gls
પાલનપુર
૬-૧૧-૮૩
નૂતનવર્ષ તમો બધા નવલા વર્ષમાં ખૂબ આશા - ઉમંગ અને ઉત્સાહ સાથે પ્રવેશી ચૂકયા હશો. પણ વિચારવા જેવી વાત એ છે કે,
પૌગલિક પદાર્થો આપણા આંતરસામ્રાજ્યને પોષતા નથી. પણ કયારેક વિવેકની ગેરહાજરીમાં અંતરના સામ્રાજ્યમાં ડોળાણ ઊભું કરે છે. તે પૌગલિક પદાર્થોની માયામાં લપેટાઈ જડ ભાવને પોષનારી લૌકિક દિવાળીના તહેવારના આમોદ – પ્રમોદમાં નવા વર્ષે જીવનને ઉન્નતિની કક્ષાએ પહોંચાડે તેવા ગરિષ્ઠ શુભ સંકલ્પને તમે શી રીતે પામી શક્યા હશો! એ એક ગંભીર પ્રશ્ન છે, છતાં સંતોષજનક વાત એ છે કે તમો જુવાનીના ઉબરે પગ મૂકતાં પૂર્વે ગત-જન્મનાં શુભ કર્મોના ઉદયે શ્રી નવકારને પામી શકયા – તેનાં રહસ્યોને જાણવા, સમજવા તક મળી, યથાશકય રીતે તમો તેની આરાધના, ઉપાસનાના પદ્ધતિસર અનુષ્ઠાનમાં જોડાયા છો ત્યારે જીવનના અંતરમાં શ્રદ્ધાના તળ સુધી શ્રી નવકાર પહોંચ્યો છતાં ઉપર પૌદ્ગલિક પદાર્થોની મોહજાળ અને આરાધનાની માર્મિક ભૂમિકા હજ સ્પર્શ નથી એટલે Mo00ના ભરોસે તેમજ કૌટુંબિક અને બીજી જવાબદારીના હિસાબે જાપની કક્ષા પણ વ્યવસ્થિત જળવાતી નથી. છતાં શ્રદ્ધાનું પ્રમાણ તેમજ ભકિતની માત્રા વધુ હોઈ વિશિષ્ટ આંતરિક આનંદ અનુભવી રહ્યા છો એટલે નવા વર્ષે તમોએ આંતરિક શક્તિઓના યોગ્ય વિકાસ અર્થે આત્મશુદ્ધિના રાહે જીવનની પ્રગતિની ભાવના કરી હશે.
સંસારમાં રહેવું પડે તો પણ સંસારની વાસનાઓની ગુલામી આપણા જીવનરથની ગતિને થંભાવે નહીં – આપણું લક્ષ્ય, આપણો આદર્શ આંતરિક ચેતનાના વિકાસ સાથે સંયુકત રહે તેવી સાવચેતી તમો સહુએ આરાધના પંથે ચાલતાં રાખવાની - તેમ આ નવલા વર્ષે ટકી રહે તેટલી વિચારધારા ટકાવવાનો દઢ સંકલ્પ કરવો જરૂરી છે.
- રોજ પરમાત્માની જળપૂજા દ્વારા આપણા અંતરના મોહના સંસ્કારો અને વાસનાઓ શ્રી નવકાર મહામંત્રની આરાધનાના પ્રતાપે નિર્મલ થાય એવી ભાવના જરૂર તમો બધા હૈયામાં કેળવશો.
વધુમાં જગતના પદાર્થો પુણ્યને આધીન છે. પુણ્ય પંચપરમેષ્ઠીઓના જાપ – સ્મરણ - ચિંતન અને તેઓની આજ્ઞાના યથાશકય નિષ્કામપાલનથી ઊપજે છે. એટલે જગતમાં પણ વ્યાવહારિક રીતે સુખી – સમૃદ્ધ બનવા માટે પણ શ્રી નવકારની ઉપાસના જરૂરી છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org