________________
શ્રી નમસ્કાર મહામંત્ર તત્ત્વચંદ્રિકા
સંયોગો-સાધનોની વિષમતાઓને હઠાવવા પુરુષાર્થ કેટલો ? તેની ગંભીર વિચારણાના પ્રકાશમાં આપણી જીવન સાધનાના મૂળભૂત પાયા સમી શ્રી નવકારની જપસાધનાને આપણી બેદરકારીમાં કેટલી ગુમાવીએ
છીએ તે સ્પષ્ટ સમજાશે.
આપણી સાધનામાં પ્રમાદ – ઉપેક્ષા – બેદરકારી મહાવિઘ્નો ગણાય. આના પર વિજય આપણી જીવન-સાધનાના લક્ષ્યની સ્પષ્ટ જાગૃતિ દ્વારા મેળવવો જરૂરી છે.
સંસારમાં પરિસ્થિતિ કયારેય પણ જીવન-સાધના માટે અનુકૂળ આવવાની નથી, કેમ કે અનુકૂળ કે પ્રતિકૂળ પરિસ્થિતિનો નિર્ણય આપણી સમજશકિત પર નિર્ભર છે. અને આપણી સમજશકિત જીવનશકિતના સંપર્કથી - સંસ્કારોથી પ્રભાવિત દશામાંથી વિવેકબુદ્ધિ તરફ ઢળી હોય ત્યારે અનુકૂળ - પ્રતિકૂળ પરિસ્થિતિનો સાચો નિર્ણય થઈ શકે.
-
તે પૂર્વે ભળતી સમજશકિત દ્વારા અનુકૂળ પરિસ્થિતિને પણ પ્રતિકૂળ માની લેવાની કયારેક અક્ષમ્ય ભૂલ આપણે કરી બેસતા હોઈએ છીએ.
૧૪૯
એટલે આરાધના માટે પરિસ્થિતિ સદા સર્વદા અનુકૂળ જ હોય છે. માત્ર આપણી સમજશકિતના વિકાસની ખામીથી અનુકૂળ પરિસ્થિતિની રાહ જોવામાં સમય બગાડીએ છીએ.
સંસારમાં દૃષ્ટિના આધારે જ સઘળી સ્થિતિનું મૌલિક કે વૈકૃતિક સ્વરૂપ આપણી સામે આવે છે. દૃષ્ટિ એ સમજણનો પાયો છે, દષ્ટિનું ઘડતર અંતરંગ આત્મિક ચેતના શકિત સાથે સંબંધિત છે. જો તેમાં મોહનીયનો ઉદય વચ્ચે આવી જાય તો દૃષ્ટિ ટૂંકી અને વર્તમાન ગ્રાહી બની જાય છે. અને જ્ઞાની ગુરુની નિશ્રા - શરણાગતિ વિશિષ્ટ શ્રદ્ધા ભકિત આદિના યોગે જો મોહનીયનો ઘટાડો થવા પામે તો અંતરમાં દષ્ટિનો એવો વિશિષ્ટ વિકાસ થવા પામે કે જેથી સમજણ શકિતનો ખરેખર વિકાસ થવા પામે, જેનાથી આપણે સદા-સર્વદા આત્મશકિતના વિકાસની તકો મળતી જાય તેમ ઝડપતા જઈએ – પરિસ્થિતિ કે મુડની રાહ જોવામાં આવેલી તકને ગુમાવી ન દઈએ.
-
આ ભૂમિકાએ આપણને પહોંચાડનાર સમય સંખ્યાપાલનની મર્યાદાપૂર્વકનો જપયોગ છે. શ્રી નવકારના દિવ્ય અક્ષરોને વિશિષ્ટ તેજસ્વી સ્ફટિક - શ્વેતવર્ણી ચિંતનના પરિણામે આપણામાં રહેલ મોહના સંસ્કારો ઓગળવા પામે છે.
-
Jain Education International
રોજ પાંચ મિનિટ, પછી ૭ મિનિટ, પછી ૯, ૧૧ અને ૧૫ મિનિટ સુધી દરેક માટે ૩ અઠવાડિયા કમ સે કમ અગર પાંચ મિનિટ માટે ૭ અઠવાડિયા થી નવકારના અક્ષરોને જોવાનો કરાતો પ્રયત્ન આપણામાં દષ્ટિને નિર્મળ કરવા અને તેમાંથી સમજણ શકિતના વિકાસની ભૂમિકા મેળવવા ખૂબ જરૂરી છે.
-
૬૮ અક્ષરોમાંથી ૩૦ ટકા અક્ષરો દેખાય તો પ્રયત્ન સફળ છે, એમ ધારી ૭, ૯, ૧૧ અને ૧૫ મિનિટ સુધી દરેક માટે ૩ ૩ અઠવાડિયા દિવ્ય તેજસ્વી સ્વરૂપે શ્રી નવકારને જોવાનો કરાતો પ્રયત્ન હકીકતમાં શ્રી નવકારના માધ્યમથી અંતરના આપણા આત્માને વિશિષ્ટ દિવ્ય તેજોમય સ્થિતિમાં જોવા માટેનો આદર્શ પ્રયત્ન છે.
For Private & Personal Use Only
www.jainelibrary.org