________________
૧૫૦
શ્રી નમસ્કાર મહામંત્ર તત્ત્વચંદ્રિકા
આ અક્ષરો જોવાની પ્રક્રિયામાંથી મોહનો ક્ષયપક્ષમ વિશિષ્ટ રીતે થાય છે. તેનાથી દષ્ટિ નિર્મળ થાય છે, પરિણામે સમજણ શકિત નિર્મળ થાય છે. સરવાળે બધી પરિસ્થિતિ અનુરૂપ બની જાય છે. લક્ષ્યની જાગૃતિનું બળ અક્ષર જેવાની પ્રક્રિયાથી વધુ કેળવાય છે.
તે ઉપર ખાસ તો ધ્યાન આપશો અને અંતરની જાગૃતિનું બળ કેળવશો.
કે
(9૪
સાયાવાડા
૨૪-૧૨-૮૩ વિલખવાનું કે, શ્રીનવકારની આરાધના એટલે પરમેષ્ઠીઓની આજ્ઞા = કર્મની નિર્જરોને સક્રિય બનાવવા અંતરને સંસારના ભૌતિક પદાર્થોની દિશામાંથી વાળવા પ્રયત્નશીલ રહેવું.
તે માટે માત્ર જાપ પૂરતું સાધન ન ગણાય. જાપની સાથે જીવનના ઘડતર માટે દુન્યવી પદાર્થોની આસક્તિ - મમતાને ઘટાડી મન-વચન-કાયાને આશ્રવ ત્યાગની દિશા તરફ વાળવા માટે ગૃહસ્થોચિત ૧. જિનપૂજા, ૨. સામાયિક, ૩. પ્રતિક્રમણ, ૪. વ્રત, ૫. નિયમ, ૬. પચ્ચકખાણ અને ૭. મમતા, ૮. આરંભ, ૯. પરિગ્રહ વધારવાના પ્રયત્નોનો ત્યાગ જરૂરી છે.
આ બધાથી મોહનીય કર્મનો ક્ષય થાય છે. જાપથી મોહનીય ઘટે છે પણ જાપની સાથે ઉપરનાં કર્તવ્યોનું પાલન હોય તો ભૂમિકા વધુ મજબૂત બને જેથી નવું મોહનીય કર્મ આવતું અટકે.
જીવનમાં અંતરની શકિતઓ સદાકાળ પ્રવૃત્તિશીલ હોય છે પણ તે કઈ દિશામાં તેની યોગ્ય ચકાસણી થવી જરૂરી છે.
આપણી અંતરંગ અશુદ્ધિને વધારનાર મોહ-માયા - મમતા આદિ સંસ્કારોની પળોજણમાં જે અંતરની શકિત મન – વચન – કાયાના માધ્યમથી અટવાઈ જાય તો સરવાળે અંતરની શકિત વિકારોની ગંદકીમાં દૂષિત થવા પામે.
મારા પોતાના જીવનમાં સં. ૧૯૯૯ના શ્રાવણ મહિનાથી શારીરિક રોગોના રૂપમાં મોહનીય
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org