________________
શ્રી નમસ્કાર મહામંત્ર તવચંદ્રિકા
૧૫
નાનાં-મોટાં અન્ય પ્રાણીઓમાં રહેલ ચૈતન્યની ઓળખાણ થવાથી તેઓ પણ સુખી થાય એ વિચાર હૈયાને ભયંકર અતૃપ્તિ અને ઈર્ષાની આગમાંથી બચાવે છે.
બીજાં પ્રાણીઓને સુખી જોઈ પોતાને આનંદ થાય એટલે શોક-ત્રાસ ભયમાંથી છૂટે છે. આ રીતે જીવનશુદ્ધિના મૂળ મંત્ર તરીકે મૈત્રીભાવ કેળવવો ખૂબ જરૂરી છે. આ મૈત્રીભાવને જીવનમાં ટકાવી રાખવા નીચેના ૪ દોષોને જીવનમાંથી હટાવવા પ્રયત્ન કરવો. (૧) પોતાના સુખની જ ચિંતા. (૨) બીજાના સુખની વિચારણાનો અભાવ. (૩) પોતાના અપરાધોની માફી ન માંગવી. (૪) બીજાના અપરાધોની માફી ન આપવી.
ઉપરના ચાર દોષો હકીકતમાં સ્વાર્થવૃત્તિના વિકાસમાંથી ઊપજે છે. માટે સ્વાર્થની જગ્યાએ સર્વજીવોના સુખના વિચારરૂપ મૈત્રીભાવ ટકાવવા માટે નીચે મુજબ પ્રયત્ન કરવો ઘટે. (૧) બીજાનાં સુખની ચિંતા આપણા સુખની ચિંતા જેટલી જ દરકાર રાખીને કરવી. (૨) બીજાનાં દુ:ખોના નિવારણ માટે આપણા પર આવી પડેલ દુઃખને હઠાવવાની તમન્ના જેટલા
ઉમંગથી પ્રયત્ન કરવો. (૩) આપણાથી બીજાના નુકસાનરૂપ બનતી ભૂલોની માફી જરૂરી માંગવી. (૪) બીજા જીવો દ્વારા આપણા નુકસાનમાં પરિણમતી ભૂલોને પણ અંતરથી માફી આપવા તત્પર
રહેવું. ઉપરની ચાર પ્રવૃત્તિઓ સર્વજીવો પ્રતિ આદર્શ મૈત્રીભાવ ટકાવી શકે છે.
વ્યવહારમાં પણ દોસ્તો સાથે ભાઈબંધી કયારે ટકે છે? (૧) તેના સુખ-દુ:ખનો વિચાર કરીએ. (૨) તેના પર આવી પડેલ આતો હઠાવવા આપણે ખરા દિલથી મહેનત કરીએ. (૩) આપણાથી થતી ભૂલોને સ્વીકારી માફી માગવા તૈયારી. (૪) ભાઈબંધ તરફથી કદાચ કોઈ ભૂલ થઈ જાય તો “હશે! કંઈ વાંધો નહીં” એમ કરી લેટ-ગો
કરીએ છીએ.
ઉપરના ચાર વ્યવહારો જેમ દુન્યવી ભાઈબંધી ટકાવવા જરૂરી છે. તે રીતે સર્વજીવો સાથે મૈત્રીભાવ ટકાવવા ઉપર જણાવ્યા મુજબના ચાર પ્રયત્નો કરવા ઘટે. આ વિના આપણે જગતના જીવો પ્રતિ આંતરિક મૈત્રીભાવનો સંબંધ જાળવી ન શકીએ.
આ રીતે તમો તમારા જીવનમાં ભાઈબંધી ટકાવવાના જગપ્રસિદ્ધ ચાર પ્રકારો (જે આપણા જીવનમાં છે જ)બ્રૉડ = વ્યાપક બનાવી જગતના સર્વ જીવો સાથે આવા ઉચિત વ્યવહારોને અપનાવી અંતરને રાગાદિ દૂષણોથી અલિપ્ત બનાવો એ અંતર કામના.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org