________________
શ્રી સમસ્કાર મહામંત્ર તત્વચંદ્રિકા
૨૭
ખૂબ શાસ્ત્રજ્ઞ વયોવૃદ્ધ શ્રાવકોની પાસેથી કઈ પરંપરાથી રીત આવી તે પણ જાણ્યું. શાસ્ત્રપાઠોના આધાર જોયા પછી પદ્ધતિ નક્કી કરી.
(૭) વર્તમાનકાળે ૧૪ મહાસ્વપ્નની પ્રણાલિકામાં અને તેના શાસ્ત્રીય વર્ણનમાં ઘણો તફાવત છે. શાસ્ત્રીય વર્ણન પ્રમાણેનાં ૧૪ મહાસ્વપ્નોના ફોટા પૂજ્યશ્રીએ તૈયાર કરાવેલ. (અમદાવાદમાં નાગજી ભુદરની પોળના ઉપાશ્રયે દર્શનાર્થે રાખેલ) ત્યારે ખ્યાલ આવે કે દરેક વસ્તુમાં જો આટલું ધ્યાન આપવામાં આવે તો સિદ્ધાંતોની સુરક્ષા સુદીર્ઘકાળ સુધી ટકી રહે.
(૮) પૂ. ગુરુદેવશ્રી પર્વાધિરાજ પર્યુષણા મહાપર્વની આરાધના ખૂબ અંતરંગ ઉલ્લાસ અને ભાવથી કરાવતા. સંવત્સરીનો દિવસ બાદ કરતાં લગભગ રોજ બે વ્યાખ્યાન રાખતા. બાજુમાં સાધુને બેસાડી તેમની પાસે મૂળસૂત્ર વંચાવે અને પોતે ઠેર ઠેર વિવેચન કરે.
(૯) તેમાં અકબર બાદશાહ, ગૌતમ સ્વામી વગેરેના પૂર્વભવ તથા પ્રભુજીનું નિશાળ જવું ઈત્યાદિના સ્થાન ખૂબ જ આગવા રહેતા.
(૧૦) આપણે વ્યાખ્યાનમાળામાં સાંભળીએ છીએ કે મહાવીર પરમાત્માને નિશાળે લઈ જવાયા. ઈન્દ્ર મહારાજા બ્રાહ્મણનો વેશ લઈને શાળામાં આવ્યા અને તેમના શિક્ષક સમક્ષ સવાલો પૂછયા જેના જવાબો પરમાત્માએ બાળવયમાં આપીને બધાને ચક્તિ કરેલા. આ સવાલો અને પરમાત્માના જવાબો કયા ? તેની વિવેચના એવી જબરજસ્ત કરતા કે સાંભળનારા મોંમાં આંગળાં નાંખી જતા.
(૧૧) પૂજ્યશ્રી પૌષધને આરાધનાનો પ્રાણ કહી ખૂબ ઊંડી વિવેચના કરતાં અને તેમની નિશ્રામાં બાળવયથી યુવાન વય સુધીના ઘણાં બધાં આરાધકો ૬૪ પ્રહરી પૌષધ કરતા. હવે શહેરોમાં પૌષધ કરનાર પ્રાય: દેખાય છે. હાલ શહેરમાં “પોહા કરે ડોસા” એવું લાગે પરંતુ આજે પણ તેમના શિષ્યરત્ન પૂ આ અશોકસાગરસૂરી મહારાજ, પૂ. પંન્યાસ હેમચન્દ્રસાગરજી મહારાજ વગેરે પણ ખૂબ ભાવોલ્લાસ સાથે યુવાનોને પૌષધ કરવાની પ્રેરણા કરે છે.
પર્યુષણની પૌષધની આરાધના દરમ્યાન ગમે તે એક દિવસ રાત્રે પ્રતિક્રમણ બાદ બધા યુવાનોના નાનામોટા પ્રશ્નોના ખૂબ સુંદર જવાબો આપતાં. છતાં બાળજીવોએ જ્યારે પાલીતાણાથી પાછા ફરવાની દોડધામ પૌષધ દરમ્યાન કરી તેનું દર્દ આ પત્રમાળાના એક પત્રમાં તેઓએ જ વર્ણવ્યું છે.
આજે પર્યુષણ પર્વમાં આ મૌલિક બાબતોની વિવેચના પૂ. ગુરુદેવશ્રીના સમુદાયમાં તેમના શિષ્યો, પ્રશિષ્યો, પૂ. આ. અશોકસાગરસૂરિ મ. સા., પ.પૂ. પં શ્રી નિરૂપમસાગરજી મ. સા., પૂ. પંન્યાસ હેમચંદ્રસાગરજી મ. સા વગેરે કરે છે.
પરમાત્માની અષ્ટપ્રકારી પૂજા પર પણ ખૂબ ઊંડું ચિંતન કર્યું હતું. વીતરાગ પ્રભુની ૩ નવકાર દ્વારા બે વાર પૂજાના રહસ્યનાં દ્વાર ખોલ્યાં !
વીતરાગ પ્રભુની ચંદન પૂજા કરતા આંગળીના નખ પર પણ ચંદન ના લાગવું જોઈએ. આ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org