________________
૨૮
રીતે પૂજા કરવા પ્રયત્ન કરનારને વીતરાગનું બહુમાન આપોઆપ ઊપજશે.
જોરથી વાળાકુંચી, અંગલૂછણા વખતે જોરથી વાટ કરવાથી પ્રતિમાને ખૂબ નુકસાન થાય છે, એ વાત ભારપૂર્વક કરતા.
શ્રી નમસ્કાર મહામંત્ર તત્ત્વચંદ્રિકા
ઘણા લોકો પરમાત્માના માર્ગે (પ્રભુને મેળવવા માટે) ચાલવાનો પ્રયત્ન કરે છે. તેમાંથી થોડા જ લોકો ચાલી શકે છે અને તેમાંથી થોડા જ લોકો પરમાત્માને પામી શકે છે. ખરેખર જિનશાસનમાં જણાવેલ માર્ગોને ચુસ્ત રીતે વળગીને તીર્થંકર પંચ પરમેષ્ઠીઓની ખરેખર પ્રતીતિ અનુભૂતિ સાક્ષાત્કાર આ સર્વે મહાપુરુષો એટલે કે પૂ॰ સાગરજી મ૰ સા, પૂર્વ પં. ભદ્રંકર વિ૰ જી મ૰ સા૰, પૂર્વ ઉપા. મ સા તથા પૂ॰ ગુરુદેવશ્રી વગેરે એ કરી છે. તેવું નિ:શંકપણે માની શકાય. અનુભવે એવું લાગે છે કે લાંબા સમયે અપવાદ-માર્ગ રાજમાર્ગ બનતો જાય છે અને મૂળ વ્યવહાર માર્ગ ભુલાતો જાય છે. જ્યારે આ મહાપુરુષોને અપવાદ માર્ગનું સેવન કરવાનો કયારેય વિચારસુદ્ધાં પણ ‘ન’ આવ્યો. અને વ્યવહારમાર્ગ કેમ વધારે ચુસ્ત બને ? અન્યને આલંબનરૂપ બને, તે હેતુથી શકય હોય ત્યાં સુધી ‘‘અપવાદ માર્ગ’’ને ગૌણ કર્યો.
આજના કાળમાં લોકોને એક અણસમજ કે અધૂરી સમજ એવી રીતની ચાલે છે કે તીર્થંકર પરમાત્મા વીતરાગ છે. તેઓ કશું કરતા નથી, નિષ્ક્રિય છે. માટે કંઈક મેળવવું હોય તો દેવ-દેવીની પૂજા કરો. પૂ ગુરુદેવશ્રીએ આ પત્રમાળામાં વીતરાગ પ્રભુની પરમતારક શકિત કેવી રીતે સક્રિય બને છે અને દેવ-દેવીઓની ભકિત - ઉપાસના કરતાં શ્રી પંચપરમેષ્ઠીઓની ભકિત - ઉપાસના – સેવા કેવી રીતે ચઢિયાતી છે અને એનો તફાવત મેરુપર્વત અને સરસવના દાણા જેટલો છે તેવું ખૂબ હકારાત્મક દઢતાથી જણાવ્યું છે, જેથી એ વાંચી વાચકને પોતાનું જીવન શ્રી નવકારમય બનાવવાની ઉત્કૃષ્ટ પ્રેરણા મળે.
પૂ. ગુરુદેવશ્રીની દૃષ્ટિ ખૂબ જ વિશાળ હતી. પાટણમાં તેઓશ્રી પાસે પોસ્ટમેન રોજ પત્ર આપવા આવતો. તે એક દિવસ તેના પરિવાર સાથે આવ્યો. પૂ. ગુરુદેવશ્રીએ તેમને પૂછ્યું કે તમો ભગવાનને યાદ કરો છો ? અને તેઓએ શ્રી કૃષ્ણ કે શિવની વાત કરી અને પૂ ગુરુદેવશ્રીએ તેમાં તેમને દઢ થવા માટે સમજાવ્યા. જે જીવની જેવી પાત્રતા તે મુજબ તેને પ્રેરણા કરવી જોઇએ. તો તેનો વિકાસ થાય, અર્થાત્ ત્યારે જ ૧૦ ટચનું સોનું હાથમાં આવે.
પૂ. ગુરુદેવશ્રી શરૂઆતમાં સવારના ૪ વાગ્યાથી ઊઠીને આરાધના કરતા. પછી તો સમય વધવા માંડ્યો અને પાછળથી તેઓશ્રી લગભગ રાત્રે ૮-૩૦ વાગે સંથારો કરી લેતા અને સામાન્ય રીતે રાત્રે ૧૧-૩૦થી શ્રી નવકારની આરાધના શરૂ કરે જે સવારમાં ૪ વાગ્યા સુધી ચાલે.
શ્રી નવકારનું તત્ત્વચિંતન આદિ કરતાં જેમ જેમ આરાધના બળવત્તર થઈ તેમ તેમ ઊંઘ ઓછી થતી ગઈ અને દિવસનો મોટા ભાગનો સમય ખૂબ અપ્રમત્તભાવમાં રહેતા.
પૂ. ગુરુદેવશ્રી શ્રીનવકારને એટલા સમર્પિત હતા કે તેઓ અગત્યના પ્રશ્નો યા પત્રો શ્રી નવકાર
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org