________________
૨૬
પહેલેથી જ પૂ ગુરુદેવશ્રીનો સ્વભાવ દરેક વસ્તુનું રહસ્ય ખોળવાનો હતો અને મનને જ્યાં સુધી સંતોષ ‘ન’ થાય, ત્યાં સુધી તેની પાછળ વ્યસ્ત રહેતા એથી વિષયની ઘણી બધી માહિતી ઊંડાણથી તેમની પાસે મળી રહેતી. વસ્તુની પ્રાય: પૂર્ણ માહિતી આપતું ‘દળદાળ’ પુસ્તક Encyclopedia (એન્સાઇકલોપીડિયા) એ શું છે ! આજે ઘણા બધા ભણેલા લોકો પણ જાણતા નથી અને નામ સાંભળ્યું હોય તેણે કદાચ જોયું પણ નથી. પૂજ્યશ્રીએ આ દરદાળ ગ્રંથનો તલસ્પર્શી અભ્યાસ કરીને રબર અને પ્લાસ્ટિક એ શી વસ્તુ છે ? અને એ શેમાંથી બને છે ? તેનો ઉપયોગ ઉચિત છે કે નહિ ? તે જોયું. કોઈનું પણ સાંભળેલું કહેવાના બદલે ઊંડાણપૂર્વક અભ્યાસ કરીને પ્લાસ્ટિકના વધતા જતા ઉપયોગ સામે લાલબત્તી ધરી અને જણાવ્યું કે, ધાર્મિક કાર્યોમાં કયારે પણ આ વસ્તુ વપરાય
નહિ.
શ્રી નમસ્કાર મહામંત્ર તત્ત્વોઠા
પૂજ્ય ગુરુદેવશ્રીની નિકટ રહેવાથી તેમનાં વ્યાખ્યાન, વાચના અને વાણી સાંભળવાનો આસ્વાદ માણ્યો છે. અને તેમાંથી એવાં રહસ્યો મળ્યાં છે, તે ભાગ્યે જ બીજે કયાંયથી મળ્યાં હોત ? પૂજ્યશ્રી પાસેથી આવાં થોડાં જ રહસ્યો સાંભળવા મળ્યાં છે તેમાંથી થોડાં જ અત્રે રજૂ કરેલ છે.
દા. ત. : (૧) ગણધરવાદ સમજાવતાં પહેલાં શરૂઆતમાં પૂજ્યશ્રી પૂછતા કે, ગૌતમ સ્વામીને ‘“આત્મા છે ?’' એવો સંદેહ કેમ ઊભો થયો ? આટલી ભૂમિકાએ પહોંચ્યા પછી આવો સંદેહ કેમ થાય ? આ ભૂમિકા તેઓ ખૂબ વિસ્તારથી સમજાવતા અને શ્રી ગૌતમસ્વામીના ૩ પૂર્વભવોની વાતો પણ કરતા. ‘આત્મા છે’ તેનો પુરાવો શાસ્ત્રપાઠ સિવાય વૈજ્ઞાનિક સિદ્ધાંતો દ્વારા પણ રજૂ કરતા.
(૨) આયંબીલની ઓળીમાં ‘‘શ્રીપાળ-મયણા'નો રાસ જ કેમ ? તપસ્યા તો બીજા ઘણાએ ઘણી કરી છતાં પરમાત્માની હાજરીમાં ગણધર ભગવંતોએ આ જ ઉદાહરણ કેમ મૂકયું ? તેનું રહસ્ય શું છે?
(૩) કાચા પાણીથી જ પ્રભુની જળપૂજા કેમ ? શા માટે ઉકાળેલું પાણી વાપરતા નથી ?
(૪) શ્રી આદિનાથ પ્રભુના કહેવાથી ભરત ચક્રવર્તીએ મરીચીને ૨૪મો તીર્થંકર થશે તેવું જણાવવાથી મરીચીને અભિમાન આવ્યું અને તેમનો ભવસંસાર વધી ગયો તો શ્રી આદીશ્વર પ્રભુ તેમનો ભવસંસાર વધારવામાં નિમિત્ત ખરા કે નહિ ?
(૫) શ્રી આદિનાથ પ્રભુ પોતાની માતા રડી રડીને અંધ થાય છે તો પણ પીગળ્યા નહીં અને શ્રી મહાવીર સ્વામી પ્રભુ માતાના ગર્ભમાં આવતાં જ માને દુ:ખ કષ્ટ ‘ન’ થાય એટલા માટે પેટમાં ફરકવાનું પણ બંધ કર્યું. તેમજ માતાપિતાની હયાતીમાં દીક્ષા ન લેવાનો સંકલ્પ પણ કર્યો. બન્નેય પરમાત્માના આત્મા છતાં બંનેના વર્તનમાં તફાવત કેમ ?
(૬) પૂ॰ ગુરુદેવશ્રીની મુહપત્તીની પડિલેહણા વિશિષ્ટ રહેતી, પૂજ્યશ્રી કહેતા કે શરૂઆતના સમયમાં મેં મુહપત્તી બધાને જુદી જુદી રીતે પડિલેહણ કરતાં જોયા અને શાસ્ત્રનું લખાણ શાસ્ત્રપાઠો વાંચ્યા. અનેક વડીલ આચાર્ય ભગવંતોની પાસેથી જુદાં જુદાં રહસ્યો સમજવાનો પ્રયત્ન કર્યો. અને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org