________________
- 8 નમસ્કાર મહામંત્ર તત્વયંડિયા
૫
પૂજ્ય ગુરુદેવશ્રી કહેતા કે મને પૂજ્ય મહારાજશ્રી-થી વધારે વિશેષણો ન લખવાં. કારણ કે તેને લાયક હું નથી, તમે મને મહાન ગણો તે તમારી ભક્તિનો વિષય છે. મારી આરાધના ડહોળાઈ ન જાય , તેથી તે વિશેષણો ન” લખવાં. એથી બીજા દ્વારા લખાતા પત્રમાં પોતાની જાતનાં વિશેષણો વાંચતા જ નહિ. મુમુક્ષોને પત્ર લખતાં પોતાની ત્રુટિઓનો સાહજિક ઉલ્લેખ કરતા.“એવી અદ્ભુત હતી સ્વ-દોષ દર્શનમાં તત્પરતા.”
પૂજ્ય ગુરુદેવશ્રીની ગુણાનુરાગ દષ્ટિ ગચ્છ સમુદાયથી પર હતી. પાલનપુરમાં આચાર્ય પૂ. ભુવનભાનુસૂરી મા એ ચોમાસું કર્યું ત્યારે ડૉ. જીતુભાઈને પત્ર લખીને જણાવ્યું કે, “તમારે ઘેર બેઠાં ગંગા આવી છે.” લેવાય તેટલો લાભ લેશો.
પ્રાય: દરેક વિષયમાં વિશાળ તથા ઊંડું જ્ઞાન હતું. વ્યાકરણ – સાહિત્ય – ન્યાય, સંગીત – ઇતિહાસ - ભૂગોળ – ખગોળ તો ખરું જ. આયુર્વેદ - શિલ્પ વગેરે. તેમજ અન્ય દર્શનનું ખૂબ ઊંડું વાંચન કર્યું હતું. તેમાં વૈદિક, બાઈબલ, કુરાન, બૌદ્ધ શાસ્ત્રોના સારભૂત ધર્મગ્રંથોનાં માર્મિક રહસ્યો પણ મેળવ્યાં હતાં. તેમજ તેમણે રમણ મહર્ષિ, રામકૃષ્ણ પરમહંસ, અરવિંદ ઘોષ વગેરેના સાહિત્યનો પણ અભ્યાસ કર્યો હતો. અન્ય દર્શનનો અભ્યાસ કરતાં – કરતાં જિનશાસન પરનો વિશ્વાસ-શ્રદ્ધા દઢ બનતાં ગયાં. અન્ય દર્શનની તુલનાએ જિન-દર્શનની પૂર્ણતા જડબેસલાક બેસી જતી, જેથી ખૂબ ભાવ-વિભોર બની જતા.
જો કોઈ ગુરુકૃપા વગર કે શ્રી નવકાર તરફના શરણાગતભાવ વગર આનું ખેડાણ કરે (અન્ય દર્શન વાંચવાનું) તો તે દુ:સાહસમાં પરિણમે, કારણ તેના મગજમાં દરેજ ચીજનો ખીચડો થતો જાય. ઉકેલ મળે નહિ. પરિણામે વિકૃત અર્થઘટનોની વિચારમાળા રચાય છે. જેમ ટૂંકી બુદ્ધિથી અગાધ વસ્તુનું માપ કાઢવામાં નિષ્ફળતા સાંપડે છે, તેમ સ્વકીય, સ્વૈચ્છિક બુદ્ધિથી સમસ્ત દર્શનનો અભ્યાસ નિષ્ફળતાની હારમાળા પહેરાવે છે. માટે “ગુરુકૃપા અને શરણાગત ભાવ આવશ્યક છે.”
પરિચય થયા બાદ અને સમજણ પ્રમાણે પૂ. શ્રીનું સંવત ૨૦૩૩નું સુરતનું ચોમાસું તેમજ સં. ૨૦૩૫નું પાલીતાણાનું કલ્યાણભુવનનું ચોમાસું ખૂબ વિશિષ્ટ રહ્યાં, ખૂબ ભાવોલ્લાસ સાથે વિશિષ્ટ કાર્યક્રમ યોજાયા, પૂ. શ્રીએ સં૨૦૩૩માં આગમ દ્વારકશ્રીના નામમાં ચાર ચાંદ લગાવ્યા અને સં. ૨૦૩૫નું ચોમાસું પોતાના પૂ. ગુરુદેવની ઈચ્છાનુસાર પાલીતાણામાં આગમવાચના દ્વારા કર્યું. જે આગમવાચનાનો લાભ શ્રી લાલભાઈ એલ. પરીખ CA. એ લીધો હતો. દિવસના ૬ – ૭ કલાક સુધી આગમવાચના ઘારાબદ્ધ ચાલતી, જેનો નાદ આજે પણ કર્ણપથમાં ગુંજી રહ્યો છે. પોતાના ગુરુ પ્રતિ આત્મિક સમર્પણ મહોત્સવરૂપ એ આગમવાચના હતી.
શાસ્ત્ર અભ્યાસ એવો જબરજસ્ત હતો કે વ્યાખ્યાનની પાટ પરથી જ ક્યા સૂત્રમાં કઈ ગાથામાં શું લખેલું છે તે મોઢે બોલતા અને પૂછતા ત્યારે કહેતા કે, મને શ્રી નવકારની કૃપાથી તે વખતે ગાથા સામે સીધી દેખાય છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org