________________
શ્રી નમસ્કાર મહામંત્ર તત્ત્વચંદ્રિકા
બાળસાધુ જો અંતરથી ગુરુદેવને પૂર્ણ સમર્પિત થાય અને ગુરુજી પણ રાગ-દ્વેષ રહિત એ શિષ્યનું ઘડતર કરે તો પૂજ્ય ગુરુદેવશ્રી જેવા બહુમુખી પ્રતિભાશાળી વ્યક્તિનું સર્જન થઈ શકે.
28
પૂજ્યશ્રી પાસે કોઈ પણ આબાલ- વૃદ્ધ, ખૂબ સહજતાથી મળી શકતા. તેમને મળવા માટે કોઈ વચ્ચેની વ્યકિતનો સંપર્ક કરવાની જરૂર રહેતી નહીં. તેમની પાસે ગરીબ તવંગરનો ભેદ ‘ન’ હતો. અને સામાન્ય માણસ તરફ તેમને ખૂબ સાહજિક લાગણી રહેતી.
આગમ વાચના
પૂ. ગુરુદેવશ્રીના નિકટવર્તી સાધુઓ એવું કહે છે કે, પૂજ્ય ગુરુદેવશ્રી વ્યાખ્યાન વાંચતા થાકે, પણ આગમવાચના આપતા ‘ન’ થાકે. ખૂબ ભારે વિષય હોવા છતાં પણ ખૂબ સાહજિકતાથી વિષય સરળ કરીને વાચના આપે.
-
પૂજ્ય ગુરુદેવશ્રી ખાસ કરીને ‘આગમ-વાચના’ વાંચવાનું વધુ પસંદ કરતા અને તે એટલા માટે કે “આગમ વાચના” થી પરમાત્માની આજ્ઞા શું છે ? પોતે કયાં છે ? તેનું પણ નિરીક્ષણ ખૂબ સાહિજક રીતે થઈ જતું. તેઓશ્રી માનતા કે વીતરાગની પાટ, વાણી, વિલાસ કે મનોરંજન માટે નથી.
પૂજ્ય ગુરુદેવે જબરજસ્ત સ્વપુરુષાર્થ અને ગુરુકૃપાથી શ્રી નવકારની જે ઉચ્ચ ધ્યાનની ભૂમિકા મેળવી તે વગર મહેનતે પાત્રતા વગર મેળવી શકાય તેવી ‘ન' હતી. પૂજય ગુરુદેવશ્રીની અમાપ શક્તિઓ કોઈને પણ ‘ન’ મળી, શ્રી પરમાત્માની વાણી વરસાવવામાં કયારેય પણ પાછી પાની ‘ન' કરી, કલાકોના કલાકો સુધી પરમાત્માની વાણીરૂપ આગમ-વાચનાનો ધોધ વરસાવ્યો. કોણ કેટલું ઝીલે છે ? તે જોવાનો પ્રયત્ન કયારેય ન કર્યો, પણ પોતાનાં ‘કર્મોની નિર્જરા’” થઈ રહી છે એ વાતને લક્ષમાં રાખીને ‘હાર્ટ’ ઉપર અસર થાય તો તેની પણ પરવા કર્યા વિના વરસાવે જ ગયા.
પૂજ્યશ્રી જણાવતા કે આગમોમાં જુદા જુદા શબ્દોનો કયાં કેમ ઉપયોગ થયો છે તેનું રહસ્ય એ ગુરુકૃપા રૂપી માસ્ટર કી વગર ખૂલે નહીં. એક જગ્યાએ સાધુ શબ્દનો ઉપયોગ હોય, બીજે મુનિ હોય તો અન્ય સ્થળે “શ્રમણ’” શબ્દ હોય આમ કેમ ? જ્યારે ગુરુકૃપાએ આ રહસ્યનો આસ્વાદ માણવા મળે ત્યારે બુદ્ઘિની કસરત ખુબ વામણી લાગે.
પૂજ્ય ગુરુદેવશ્રીની ‘આગમ-વાચના’ સાંભળવા માટે સર્વ સમુદાયના પૂજ્ય સાધુ-સાધ્વી ભગવંતો આવતા અને કાંઈક નવું જાણ્યું હોવાનો આનંદ લઈને જતા. આ હકીકત અન્ય સમુદાયનાં સાધુ-સાધ્વી ભગવંતોનાં મુખેથી સાંભળેલી છે.
પ. પૂ આ શ્રી વિજય રામચન્દ્રસૂરી મહારાજા પણ પૂ॰ ગુરુદેવ પ્રતિ હૈયાથી લાગણી – આદર સન્માન ધરાવતા. તેઓશ્રી ‘પાટણ’ હતા ત્યારે બંને એકબીજાને ‘પાટણ’ મળ્યા હતા ત્યારે પૂજ્ય ગુરુદેવશ્રીએ તેઓશ્રીના આગ્રહથી તેમની નિશ્રામાં આગમવાંચના આદિ કરેલ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org