________________
હવે
શ્રી નમસ્કાર મહામંત્ર તન્વયંત્રિકા
સંજોગવશ લાચારીથી પાપ પ્રવૃત્તિ કરવાના અવસરે ગંધાતી ગલીમાંથી પસાર થતી વખતની મનોદશા કરતાં વધુ કંટાળાવાળી મનોદશા હોય. ટૂંકમાં શ્રી નવકારના જાપની પારાશીશી એ કે સંસાર-સંસારના પદાર્થો અને તેની રૂચિ કેટલી ઘટી છે? તે પરથી શ્રી નવકારનો આરાધક કક્ષાની દષ્ટિએ આગળ વધ્યો ગણાય. મારા પોતાના જીવનમાં આવી કક્ષા શ્રી નવકારના ૭૫ લાખની જાપની ભૂમિકા પછી અનુભવાઈ.
દિનપ્રતિદિન જાપમાં મન વધુ લીન થવા લાગ્યું. પરિણામે ૬૮ લાખ થતાં થતાં તો બાહ્ય વિચારોનું પ્રમાણ ઘટવા માંડ્યું. એટલું જ નહીં પણ આરોગ્યના નિયમો અને યોગશાસ્ત્રના નિયમો આપોઆપ અવનવા સ્ફરવા લાગ્યા. મનની સ્થિતિ ઉત્તમ કક્ષાની થવા માંડી.
આ પછી શરીરશાસ્ત્ર, આયુર્વેદ, યોગશાસ્ત્ર, તંત્રશાસ્ત્ર, અનેક અદ્ભુત વાતો જાણવા મળી. શરીરના રાજાને સ્થિર કરવાના શ્રી નવકારના સત્ પ્રભાવના લીધે અનેક દિવ્યપુરૂષો ગિરનાર, આબુ, હિમાલયના ગહન ગુફાવાસી મોટા મોટા યોગીઓના સાક્ષાત્ દર્શન- વાર્તાલાપ અને બીજા પણ અનેક દિવ્ય અનુભવો, દેવસૃષ્ટિના પ્રત્યક્ષ સંપર્કમાંથી મળેલ વિશિષ્ટ સંકેતોથી મારી આરાધનાનો માર્ગ ખૂલી ઉદાત્ત પ્રશસ્ત થઈ રહ્યો.
આ બધો પ્રતાપ શ્રી નવકારનો ખરો જ! અંતરમાં યોગશક્તિ, દિવ્ય ચેતના, અંતરંગ સાધના અને શકિતઓના ઊધ્ધકરણની પ્રક્રિયા યથોત્તર વિકાસના પંથે ચાલતી રહી. આ બધો શ્રી નવકારના મા પદના ચિંતનનો પ્રભાવ છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org