________________
શ્રી નમસ્કાર મહામંત્ર તત્ત્વચંદ્રિકા
૮૦
૪૧
પાલનપુર
૩૦-૮-૮૩ વિક જણાવવાનું કે, શ્રી નવકાર એટલે અંતરની વૃત્તિઓનો અંતર તરફ = આત્મા તરફ ઝુકાવ. અત્યારે વૃત્તિઓ બહાર = સંસાર તરફ વળેલી છે. તે જ્યારે અંતર તરફ ઝૂકે એટલે શ્રી નવકાર ગણ્યો એમ કહેવાય.
શ્રી નવકારના છઠ્ઠા પદમાં પણ “મા” એટલે જે રીતે ગુણાનુરાગપૂર્વક અંતર આત્મશુદ્ધિ તરફ ઝુકાવાયું છે તેની મહત્તા જણાવી છે. તેમજ ૭મા પદમાં “વ” પદથી બહિર્મુખ વૃત્તિઓને જણાવી છે તેનો નાશ કરે છે.
હકીકતમાં પ્રવૃત્તિજન્ય પાપ કરતાં વૃત્તિગત પાપ બહુ ભયંકર છે. જીવનમાં વૃત્તિઓ જ પ્રવૃત્તિને જન્માવે છે. વૃત્તિઓ ઢીલી–મોળી થાય તો પ્રવૃત્તિઓ શુષ્ક, લુખી સારહીન થઈ જાય છે. દુનિયાના વ્યવહારમાં નાની વયના છોકરામાં વૃત્તિઓ રમવા તરફ એટલે પ્રવૃત્તિ ભણવાની શુષ્ક થઈ રહે છે.
દુન્યવી માણસની વૃત્તિઓ પૈસામાં રમતી હોય એટલે ધર્મની પ્રવૃત્તિ કરવા ખાતર કરે, પણ ઉલ્લાસ ન આવે. પણ તે જ વ્યક્તિને પૈસા માટે કે આવેલ આફતના નિવારણ માટે ધર્મની અમુક ક્રિયાઓ જણાવાય તો કેવા ઉમંગથી કરે! એટલે વૃત્તિ એ આપણા જીવનમાં મુખ્ય ભાગ ભજવે છે.
સંસારના પદાર્થોમાં વૃત્તિ = રુચિ = રસ ન હોય તો કદાચ સંજોગવશ સંસારની પ્રવૃત્તિઓ કરવી પડે પણ તેથી વિશિષ્ટ કર્મોનો બંધ ન થાય.
ટૂંકમાં વૃત્તિગત પાપ પ્રવૃત્તિજન્ય પાપનું જનક છે. વૃત્તિમાંથી જ જે સમજણ કે જ્ઞાની નિશાના પ્રતાપે જગતના પદાર્થો પ્રતિ મોહ = આસકિત ઘટી જાય તો પ્રવૃત્તિમાં એવી શુષ્કતા આવે છે જેને ભોગવવું જ પડે તેવા રસથી પાપનો તો બંધ થાય જ નહીં.
એટલે રી નવકાર અંતરંગ વૃત્તિઓનો સંસાર = બહિર્ભાવ તરફ્લો ઝુકાવ હઠાવી દે છે. એ રીતે પાપ કરવાની ભૂમિકા = તખતો જ ખલાસ થઈ જાય છે. ખરેખર! શ્રી નવકારનો આરાધક અંતરથી રાચી-માચીને પાપ પ્રવૃત્તિ કરનારો ન જ હોય.
જેટલા અંશે શ્રી નવકારની આરાધકતા વધે એટલા અંશે પાપ પ્રતિ ધૃણા - સુગ વધે - પાપની વૃત્તિઓ ઊઠે જ નહીં.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org