________________
૩૪
פה
સાગર જૈન ઉપાશ્રય, પાટણ
વિ શ્રી નવકારના જાપ અંગેની માહિતી ગયા પત્રમાં વિચારી.
હવે આ શ્રી નવકારના જાપની અસર શી થાય! એ વિચારવાનું છે. જીવનને ડોળી નાંખનારાં પાંચ તત્ત્વો છે.
મિથ્યાત્વ (ગાઢ અજ્ઞાન)
લોભ
માયા
માન
ક્રોધ
૧૫
શ્રી નમસ્કાર મહામંત્ર તત્ત્વચંદ્રિકા
Jain Education International
STU
૧૯-૫-૮૩
આ પાંચ તત્ત્વોથી જીવન કલુષિત થાય છે.
શ્રી નવકારમાં પ્રથમ જે પાંચ પદો છે. તેમાં સૂચિત પાંચ પરમેષ્ઠીઓ આ પાંચ મલિન તત્ત્વોને મૂળમાંથી હટાવે છે, કેમ કે અરિહંતોના સર્વ હિતકર ઉપદેશથી આપણા અંતરની અજ્ઞાનતાનાં પડલ દૂર થાય છે તેમજ વિવેકની જાગૃતિ થવાથી રાગ-દ્વેષની તીવ્રતા હટે છે. પરિણામે મિથ્યાત્વ ને ટકાવનાર ભૂમિકા નબળી પડી છે.
એટલે અરિહંતોના સ્મરણ – જાપથી તેઓના ઉપદેશરૂપ આગમ- ગ્રંથોના શ્રવણ-મનન-ચિંતનથી આપણું મિથ્યાત્વ-ભયંકર અજ્ઞાન ઓગળી જાય છે.
એટલે અરિહંતો ઉપદેશના માધ્યમથી આપણા અજ્ઞાનન-મિથ્યાત્વરૂપ મહાદૂષણને હટાવે છે.
તે રીતે સિદ્ધો પરમ શાશ્વતપદ અજરામર સ્થાનને પામેલ હોઈ તેમના સ્વરૂપનો વિચાર કરવાથી જગતની ભૌતિક વિભૂતિ-પદાર્થોની સાહેબીનો લોભ-સ્પૃહા-તમન્ના-ઝંખના મૂળમાંથી જાય છે. એટલે સિદ્ધો લોભરૂપ મહાદૂષણને ટાળે છે.
આ પ્રમાણે આચાર્યો આપણા જીવનમાં આચાર પ્રતિષ્ઠા કરી સદાચારના માધ્યમથી મનમાં-વાણીમાં-વર્તનમાં ભિન્નરૂપતા રૂપી માયા કપટ-દંભ-પ્રપંચ આદિ દુર્ગણોને હટાવે છે.
For Private & Personal Use Only
આ રીતે ઉપાધ્યાયો શાસ્ત્ર આગમના પઠન-પાઠન અધ્યાપન, શ્રવણ આદિ દ્વારા આપણાં અંતરનાં મોહના પડ ઉખેડી જીવનમાં વિનય-નમ્રતાનો પાયો મજબૂત કરે છે. એ રીતે ઉપાધ્યાયો
www.jainelibrary.org