________________
શ્રી નમસ્કાર મહામંત્ર તત્ત્વચંદ્રિકા
૨૪૯
અનુભૂતિની પરિપકવતા ઉમરના વધવાથી જે આવી છે, તેમાં સાધનાનું બળ ઉમેરવું ખાસ જરૂરી છે. તે વિના વિચારોમાં અનુભૂતિની પરિપકવતા સરવાળે અભિમાન-અહંકારમાં વધારો કરે. માટે તે ભયસ્થાનથી બચવા શ્રી વીતરાગ પ્રભુની દ્રવ્યસ્તવ સાથે ભાવતવથી શ્રી નવકાર મહામંત્રની આરાધનાનું બળ વધારી જીવનમાં કૃતજ્ઞતા, આત્મસમર્પણ, શ્રદ્ધાભકિત અને નિષ્ઠાના મિશ્રણને કેળવવાની ખાસ જરૂર છે.
તમારા બાહ્ય જીવનમાં અમુક વિશિષ્ટ હિતકારી પરિવર્તનો આવી રહ્યાં છે તે અંશે આરાધનાની અસર જીવનયાત્રામાં અનુમોદનીય ગણાય. પણ સાથે જ ઉપકારી મહાપુરુષોની દોરવણી અને જીવનચર્યાના પ્રકારોની સમીક્ષા કરવાની વિકૃતિના ઘટાડા માટે અરિહંત પરમાત્માની ભકિતમાં ખૂટતા તત્ત્વ તરીકે અર્થસહિત ગંભીર વિચારણા સાથે ભાવસ્તવના ઉમેરવી જરૂરી છે. જો કે આમાં એક મોટું ભયસ્થાન છે. ભાવસ્તવમાં એકાંગી ઝુકાવ મોટે ભાગે દ્રવ્ય ક્રિયાના ઝુકાવને ઘટાડનાર થઈ જાય છે. માટે તમે ભાવસ્તવની વધુ પકકડના કારણે શુક અધ્યાત્મી કે માત્ર વાચિક ભકિતના પંથે ઢળી ન પડો એ અંગે ખૂબ સાવચેતી રાખવાની જરૂર છે.
માટે પૂ ઉપા. યશોવિજય મનાં સ્તવનો છ મહિના સુધી બોલો. પછી ઉપા, દેવચંદ્રજી મનાં સ્તવનો. આ ક્રમ જાળવવા ખાસ ધ્યાન રાખશો. - તમે ભાવનાશીલ છો તેમજ કર્તવ્યનિષ્ઠ છો તેથી કયારેક કર્તવ્યના પંથે વળવાના બદલે અતિરેકમાં લાગણીના વળાંક તરફ વળી કર્તવ્યની મર્યાદાના પથથી આઘા ન થઈ જાઓ, તે ખાસ સાવચેતીપૂર્વક હૃદયમાં લેવા જેવું છે.
શ્રી નવકાર મહામંત્રની આરાધનાના બળે પ્રાય: આવું થશે નહીં છતાં નિર્દેશક તરીકે સાવચેતી રાખવી પડે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org