________________
૨૪૮
શ્રી નમસ્કાર મહામંત્ર તત્ત્વચંદ્રિકા
ક્ષા
૨૩
મોઢેરા
૫-૧-૮૪ વિ. સં. ૮૦૭માં બપ્પભટ્ટસૂરિ દીક્ષાભૂમિ
વિતમારી આરાધનામાં અરિહંત-ભકિતનો ફાળો સૌથી વધુ હોય તે ઈચ્છવાયોગ્ય છે. કારણ કે અરિહંત-ભકિત આપણી આત્મશક્તિઓને પરિપૂર્ણ રીતે વિકસાવવા ખૂબ જ ઉપયોગી છે. જીવનમાં વિકાસનાં દ્વાર પર સાંકળરૂપે અહંકાર અને તાળારૂપે મમકાર – બીજા શબ્દોમાં અહંભાવ અને મમતા છે. આને હઠાવવા અરિહંત પરમાત્માની ભક્તિ પ્રબળ સમર્થ છે.
તમારા જીવનમાં સ્વદ્રવ્યથી અષ્ટપ્રકારી પૂજાનું મહત્ત્વ ઠીક ગોઠવાયું છે. પણ તેમાં વિધિના પાલન સાથે અહંભાવ અને કર્તત્વનું અભિમાન તમારા વિકાસને રોકે છે. તેમજ ડૉ. મનુભાઈ શાહના જીવનમાં ભાવાસ્તવ ચૈત્યવંદન સ્તવન – સ્તુતિમાં એકાગ્રતા છે તે તમારે અપનાવવા જેવી છે. તેઓએ તમારી વિવેકપૂર્વક સમીક્ષા કરી તેઓના જીવનમાં ખૂટતી કડી સ્વદ્રવ્યથી અષ્ટપ્રકારી પૂજારૂપે દ્રવ્યસ્તવ ઘણાં વર્ષોથી ડૉકટરીબોજાના પ્રતિબંધથી ઊપજતા લજજા, શરમ, સંકોચને જ્ઞાવી દઈને પણ અપનાવ્યો છે. અને તેમની અરિહંતભકિત એ રીતે હવે સફળતાની કક્ષા પર જવા માંડી છે, તેમ તમારે તેમના જીવનમાં ઓતપ્રોતરૂપે વણાઈ ગયેલ ભાવસ્તવ = સ્તવન – સ્તુતિની અર્થના ચિંતન સાથેની એકાગ્રતાપૂર્વક ભાવનાની પદ્ધતિ ખાસ અપનાવવી જરૂરી છે.
ભાવસ્તવની ખામી અને દ્રવ્યસ્તવમાં વિધિપ્રધાનતાના વિકૃત અહંભાવથી તમારા જીવનમાં સમર્પિતભાવ થી વીતરાગ પ્રતિ બરાબર કેળવાતો નથી, કયારેક ઓવર ટેઈકીંગ જે થાય છે તે આનું પરિણામ છે.
તમારી જીવનચર્યાની વિકૃતિઓને હઠાવનાર શ્રી નવકાર મહામંત્રની આરાધનામાં વર્ણયોગની મર્યાદાપૂર્વક જાપની પદ્ધતિમાં તમે વ્યવસ્થિતપણે આગળ વધો એ ખાસ જરૂરનું છે.
તેમ છતાં ભાવસ્તવની પ્રધાનતાને સાપેક્ષપણે વિકસાવવાની જરૂર છે. શ્રી દેવચંદ્ર ચોવિસી – આ બુદ્ધિસાગર સૂરિ મ. છપાવેલ શ્રીમદ્ દેવચંદ્રનાં બે પુસ્તક (ભા. ૧-૨)માં છે તે જરૂર તમે એક વાર વાંચી તે સ્તવનો તેના ભાવાર્થની સમજૂતીપૂર્વક બોલવાનો અભ્યાસ કરો. પણ આ કરતાં પહેલાં શ્રી યશોવિજય જૈન પાઠશાળા મહેસાણા તરફથી છપાયેલ ઉપા. યશોવિજય મની ચોવીશી (અર્થ સાથે) વાંચી તે સ્તવનો છ મહિના સુધી પૂજા પછી ચૈત્યવંદનમાં બોલવાનું રાખો. આનાથી અહંભાવનો ઘટાડો થશે, ભકિતયોગનો વિકાસ થશે. અંતરંગ જીવનયાત્રાની મોટી આનંદ-અનુભૂતિ થશે. વિચારોમાં
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org