________________
શ્રી નમસ્કાર મહામંત્ર તન્વચંદ્રિકા
આપણે આપણા જ દુઃખોને હઠાવવાની ગડમથલમાં રહીએ છતાં એવું કયારેય બનવું શકય નથી કે દ્રવ્યદુ:ખ સંપૂર્ણપણે ટળી જાય, અને આપણને દ્રવ્યદુ:ખનો જ ડર વધુ સતાવે છે.
ભાવદુઃખોનો વિચાર પણ આપણે કરી શકતા નથી. ભાવદુ:ખ મૂળમાંથી ચાલ્યું જાય એ સંભવિત નથી. એટલે આપણાં દ્રવ્યદુ:ખોને કાઢવાની મથામણમાં બીજી જીવોનાં દુઃખોનો વિચાર કરી શકતા નથી. ઊલટામાં આપણાં દુ:ખોને હઠાવવાની ઘેલછામાં કયારેક અનેક અન્ય જીવોને આપણી પ્રવૃત્તિઓથી દુ:ખ થવા પામે છે. એના પ્રતિ બેદરકાર બનીએ છીએ.
પરિણામે પાપકર્મ બંધાય છે, ને વધુ દ્રવ્યદુ:ખની જાળમાં ફસાઈએ છીએ. આવું અનાદિકાળથી ચાલ્યું આવે છે.
હવે આનો ઉપાય એક જ કે- બીજાનાં દુઃખો ટાળવા માટેના સદ્વિચારો તદનુકૂળ યથાશકર્યો પ્રયત્નોથી આપણી જાતને સદાચાર – સંયમના પંથે વાળી જૂના પાપકર્મ કે જેના ઉદયથી આપણે દ્રવ્યદુઃખની જાળમાં ફસાયા છીએ તેનો ક્ષય થવા પામે છે. અને બીજાનાં દુ:ખોને ટાળવાના વિચારોથી નવું ઉત્કૃષ્ટ પુણ્ય બંધાય છે. પરિણામે જીવનશુદ્ધિનો રાજમાર્ગ તે પુણ્યના સહારે મળે છે.
આ રીતે કરુણા આરાધક આત્માઓ માટે પ્રધાન કર્તવ્ય બને છે. આ વિના શ્રી નવકારનો આરાધક પોતાની જાતને દ્રવ્ય-ભાવદુ:ખના સકંજામાંથી છોડાવી ન
શકે.
આ કરુણાના વિકાસ માટે પરોપકાર, સ્વાર્થત્યાગ, દયા, ઉદારતા, દાક્ષિણ્ય, પરમાર્થવૃત્તિ આદિ ગુણોના વિકાસની ખાસ જરૂર છે.
કરુણાના બે ભેદ છે. દ્રવ્યકરુણા – ભાવકરૂણા
દ્રવ્યકરુણા - દુખિયા જીવોને તાત્કાલિક રાહત આપનારા આહાર, વસ્ત્ર, દવા આદિથી તાત્કાલિક રાહત પહોંચાડવી.
ભાવકરુણા - દુખિયા જીવોનાં દુઃખોને ઉપજાવનાર વિષમ પાપકર્મોના બંધનમાંથી તેઓ મુકત થાય એવી વિશિષ્ટ ભાવના અને તદનુરૂપ તેઓને ઉપદેશ, સમજાવટ આદિ દ્વારા પાપ પ્રવૃત્તિમાંથી બચાવી સન્માર્ગે ચઢાવવા જેથી તેઓનાં દુ:ખનો કાયમી નાશ થાય.
જીવ માત્ર પ્રતિ ભાવ કરણા તો જાળવવી જ, અવસરે અવસરે યથાશકય દ્રવ્યકરણા પણ આચરવી પણ દ્રવ્યકરુણા ભાવકરુણા વગરની ન થવી જોઈએ એ ખાસ ધ્યાન રાખવાની જરૂર છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org