________________
શ્રી નમસ્કાર મહામંત્ર તત્ત્વચંદ્રિકા
એ રીતે પ્રથમપદના જાપથી શ્રોત્રેન્દ્રિયના વિષયરૂપ શબ્દ વિષય ઉપરની આસકિત ટળે છે. અંતરમાં ગુંજતો આગમોનો ઘોષ શબ્દની આસક્તિ ઘટાડે છે.
(૨) આ રીતે બીજા પદના જાપથી સિદ્ધપદમાં જે આત્માનું અદ્વિતીય શાશ્વત પરમોચ્ચ કોટિનું સ્વરૂપ દર્શન થાય પછી જગતના પૌદ્ગલિક ઉપરથી સારા દેખાતા રૂપોની મોહકતાનો ભાવ ટળી જાય છે.
૩૭
એટલે બીજાપદના જાપથી ચક્ષુરિન્દ્રિયના રૂપ વિષયનું જોર નબળું પડે છે.
(૩) આ રીતે ત્રીજા પદના જાપથી આચાર્યો એટલે આચારપંચકના પાલનથી ઊપજતી સદાચાર-શીલ સુગંધીનો અનુભવ થવાથી ઘાણેન્દ્રિયના વિષયરૂપ તુચ્છ પ્રાતિભાસિક સુગંધી પદાર્થોની ક્ષણજીવી મોહકતાની અસર ઘટવા પામે છે.
(૪) તે રીતે ચોથા પદના જાપથી ઉપાધ્યાયો સતત શાસ્ત્રના આગમોના પઠન - પાઠનના શ્રવણ આદિથી ઊપજતા અદ્ભુત સ્વાધ્યાય રસની પ્રતીતિ કરાવનાર બનતા હોઈ ભોજનના રસથાળ = ૩૨ પ્રકારના ભોજનના સ્વાદ પણ ફિકકા લાગતા જાય છે. સ્વાધ્યાય રસની હિલોળાબંધ મસ્તીમાં દુનિયાના ઉચ્ચકોટિના મિષ્ટાન્ન - અમૃતરસ કે દિવ્ય ભોજનના સ્વાદ પણ તુચ્છ ભાસે છે.
(૫) આ રીતે પાંચમા પદના જાપથી સાધુઓના ઉદ્દાત્ત સંયમથી પરિપૂત કાયાના સ્પર્શથી ઇલેક્ટ્રિસીટીની ચુંબકીય અસરની જેમ સંસારી જીવો અદ્ભુત સંયમના ઉદ્દાત્ત ધ્યેયની નજીક પહોંચવા મહાપુરુષ રૂપ સાધુ ભગવંતોનાં પાદ-ચરણોનો સ્પર્શ કરી અદ્ભુત આત્મબળ મેળવી સ્પર્શનેન્દ્રિયના વિષયરૂપ સ્પર્શના, સુકુમાર મૃદુ શય્યા આદિનાં સુખો પણ તુચ્છ ભાસે, તેમજ તેના ભયંકર ભાવી વિપાકોની વિચારણા સાધુભગવંતોના ચરણસ્પર્શથી ઊપજતી વિવેકબુદ્ધિથી સ્પર્શેન્દ્રિયની આસકિતને
ઢીલી કરે છે.
આ રીતે પ્રથમપદના જાપથી શ્રોત્રેન્દ્રિયના વિકારો બીજાપદના જાપથી ચક્ષુરિન્દ્રિયના વિકારો ત્રીજાપદના જાપથી ઘ્રાણેન્દ્રિયના વિકારો ચોથાપદના જાપથી રસનેન્દ્રિયના વિકારો
પાંચમા પદના જાપથી સ્પર્શેન્દ્રિયના વિકારો ઢીલા થાય છે.
આ એક અનુભવ સત્ય છે કે - છ મહિના નિયત સમયે નિયત સ્થાને નિયત સંખ્યામાં ત્રણ માળા ગણવાથી ગમે તેવા ઇન્દ્રિયોના પ્રબળ વિકારો ઢીલા થતા અનુભવી શકાય છે.
જરૂર તમો આ પ્રયોગ અમલમાં મૂકો એવી મારી અંતરની ઇચ્છા.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org