________________
૩૮
શ્રી નમસ્કાર મહામંત્ર તવચંદ્રિકા
છે
ST
જૈન ઉપાશ્રય, ઊંઝા
૪-૬-૮૩ વિ. શ્રી નવકારના જાપમાં લીનતા વધી હશે. અંતરના વિચારોની સ્થિરતામાં વધારો થયો હશે.
શ્રી નવકાર મહામંત્રની એ અપૂર્વ વિશેષતા છે કે વિચારોના ઉત્પત્તિ સ્થાનમાં રહેલ મલિનતાના મૌલિક તત્ત્વોને સહેલાઈથી ઉખેડે છે.
કેમકે વિચારો મનની ભૂમિકામાંથી ઊઠે છે પણ તે ભૂમિકામાં નીચે પ્રેરક તત્વરૂપે અંતરમાં રહેલ રાગ-દ્વેષ અને મોહની વાસના ભરેલી છે. શ્રી નવકારના સ્મરણ-જાપથી સતત સંસ્કારોના પાયા ઉપર અસર થાય છે.
સંસ્કારોના પાયા રાગ-દ્વેષ-મોહની વાસના છે. શ્રી નવકાર પંચ પરમેષ્ઠીઓના સ્મરણ અને ગુણ ચિંતનરૂપ હોવાથી શ્રી નવકારના પવિત્ર અક્ષરો મોહના સંસ્કારોને ઢીલા કરી નાંખે છે, કેમ કે અગ્નિ - પાણી, ઠંડી - ગરમી, આદિમાં જેનું બળ વધે તે બીજાને દબાવી દે, તેમ મોહ અને મોહના ક્ષયોપશમ અને ‘ક્ષય' બંને પરસ્પર વિરોધી છે. જેમ જેમ પરમેષ્ઠીઓના નમસ્કાર રૂપે મોહના ક્ષય કે ક્ષયોપશમ કરનાર શ્રી નવકારના અક્ષરોનું બળ જાપ દ્વારા વધે તેમ તેમ મેહના સંસ્કારો ક્ષીણ થતા જાય.
આ રીતે આપણા જીવનની શુદ્ધિ માટે શ્રી નવકાર ખૂબ જ ઉપયોગી છે. કેમ કે રાગ-દ્વેષના સંસ્કારોના ઘટાડા વિના જીવન શુદ્ધિ શકય ન બને અને શ્રી નવકારના અનાદિકાલીન શાશ્વતા અક્ષરો કે જેમાં મોહના સંસ્કારોને મૂળમાંથી ઉખેડી નાંખવાની અજબ-ગજબ તાકાત છે. તે અક્ષરોનો નિયમિત,
વ્યવસ્થિત જાપ કરવાથી અગ્નિથી જેમ લાકડાં બળે, અગર સાબુથી કપડાનો મેલ કપાય તેમ શ્રી નવકારના અક્ષરોથી આત્મા પર વળગેલા કર્મનાં અનાદિકાલીન પડળો પણ ઉખડી જાય છે.
આ જાતની ઊંડી અસર નિયમિત રીતે ચોકકસ સમયે = નિયમિત સમયે ઓછામાં ઓછા છ મહિના જાપ કરવાથી સ્પષ્ટપણે અનુભવાય છે.
આવા મહામહિમશાળી શ્રી નવકારના જાપના ત્રણ પ્રકાર છે. ઉપાંશુ જપ, રહસ્ય જાપ, માનસજાપ. (૧) ઉપાંશુ જાપ :- એટલે હોઠ જરા હાલે, સ્પષ્ટ ઉચ્ચાર સાથે કરાતો જાપ. (૨) રહસ્ય જાપ:- હોઠ બંધ, જીભ હલે, અંદર સ્પષ્ટ ઉચ્ચાર કરવા સાથે કરાતો જાપ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org