________________
શ્રી નમસ્કાર મહામંત્ર તત્ત્વચંદ્રિકા
૩૯
(૩) માનસ જાપ :- હોઠ, જીભ કંઈ ન હાલે, માત્ર સામેના શ્રી નવકારના ચિત્ર પર દષ્ટિ , રાખી અગર કલ્પનાથી શ્રી નવકારના ચિત્રને કલ્પી તેના પર દષ્ટિ સ્થિર કરી મનમાં જાપ કરવો. સૌથી શ્રેષ્ઠ માનસ જાપ છે.
પણ બાળજીવોને પ્રાથમિક જાપ ઉપાંશુ જાપ કરવા જેવો છે. તેનાથી વિચારોની ધમાલ શમી જાય છે પછી રહસ્ય જાપ, પછી ઉચ્ચ કક્ષાએ માનસ જાપ. માનસ જાપની ભૂમિકાએ મન સાવ શાંત સ્થિર થવા પામે છે.
રહસ્ય જાપની કક્ષાએ વિચારોની ગતિ મંદ થવા પામે છે. એટલે શરૂઆત ઉપાંશુ જપથી કરી માનસજાપની કક્ષાએ પહોંચાડવા પ્રયત્ન કરવો. જેમ જેમ વિચારો પર નિયંત્રણ થવા પામે તેમ તેમ જાપની શક્તિ વધી ગણાય.
વળી જાપમાં આંખો ખુલ્લી રાખવી પ્રાથમિક અવસ્થામાં, અને શ્રી નવકારના ચિત્ર પર કે વીતરાગપ્રભુની મૂર્તિ પર દષ્ટિ સ્થિર રાખવી.
વળી જાપ વખતે સૌથી શ્રેષ્ઠ અર્ધ પદ્માસન, તે ન ફાવે તો પર્યકાસન રાખવું. પણ ટટ્ટાર બેસવું, કમ્મરથી મૂકીને ન બેસવું. ડાબો હાથ ડાબા ઢીંચણ પર સ્થિર બંધ રાખી જમણા હાથથી ૪ આંગળી પર માળા રાખી અંગૂઠાથી નવકારવાળીના મણકા ફેરવવા.
બાંધી નવકારવાળીમાં શ્રી નવકારનાં નવે પદો બરાબર સ્પષ્ટ ઉચ્ચાર (માનસ)પૂર્વક જાપ કરવો. જાપ કર્યા પછી ઓછામાં ઓછી પાંચ મિનિટ ચૂપચાપ બેસવું.
જાપ શરૂ કરતાં પૂર્વે પણ બે મિનિટ ચૂપચાપ બેસવું, શ્રી નવકારના ચિત્ર પર દષ્ટિ રાખવી, આનાથી આપણી અંતરની શકિતઓ ખીલે છે.
* આપણી નવકારવાળી કોઈને ગણવા ન આપવી. * કોઈની નવકારવાળીથી આપણે જાપ ન કરવો. * જાપ વખતે નાભિથી નીચે નવકારવાળી લઈ જવી નહીં. * નવકારવાળી ધોતિયાને અડે નહીં. * જે નવકારવાળીથી નવકારનો જાપ કર્યો હોય તે નવકારવાળી સ્પેશ્યલ જુદી રાખવી. * બીજી નવકારવાળી સાથે ભેગી ન મૂકવી. આ બધી મર્યાદાઓ જાળવવાથી અંતરની શક્તિઓનાં દ્વાર ખૂલી જાય છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org