________________
શ્રી નમસ્કાર મહામંત્ર તત્ત્વચંદ્રિકા
નફરત ભી હો ગઈ હૈ, એટલે મહારાજે યોગ્ય જાણી નવકારમંત્ર શિખવાડ્યો. બે ચાર દિવસ પાછો બેસાડી બોલતાં શિખવાડ્યું, જણાવ્યું કે રોજ સવારે, સાંજે અને સૂતાં જરૂર ગણશો, ખૂબ પ્રભાવશાળી છે વગેરે પેલા મુસ્લિમભાઈ તો ગુરુમના વચન પર પાકી શ્રદ્ધા રાખી ભાવભકિતથી ગણવા લાગ્યા.
૬૪
-
કુદરતી તેને ઘણા પ્રત્યક્ષ ચમત્કારી અનુભવો થયા જેથી શ્રી નવકાર મંત્ર પર ખૂબ દૃઢ શ્રદ્ધા બેઠી. તેની જ્ઞાતિમાં તેના સંબંધીઓ જૈનમુનિ પાસે જાય, તેમના વ્યાખ્યાનમાં જાય માંસાહાર ન કરે, જૈનો સાથે વધુ પરિચય રાખે, આ બધાથી ખૂબ ચિડાયા, વારંવાર તેને કહે કે- આ બધું શું ધતિંગ માડ્યું છે? પણ જૈનમુનિના પરિચયે તેને ઘણું બધું મળેલ, શ્રી નવકાર મંત્ર મળેલ કે જેનાથી પોતાને ઘણા વિશિષ્ટ અનુભવો થયેલ, એટલે તેણે જ્ઞાતિવાળાનું કંઈ સાંભળ્યું નહીં.
જ્ઞાતિવાળાઓએ એક ગુંડાને પૈસાથી સાધી જંગલમાંથી કાળો નાગ પકડી મંગાવી રાત્રે ૯ વાગે પેલા ભાઈ નમાજ પઢવા ગયેલા. તેના ઘરમાંથી પિયર હતાં. છોકરાં વગેરે બાની સાથે ગયેલ. એકલા ભાઈ હતા એટલે પથારી (ખાટલામાં) સાપને ગોદડા નીચે મૂકી દીધો, દોરી વગેરેથી તેને પેક કર્યો.
નમાજ પઢીને આવતાં આ ભાઈને કો'ક હિતેચ્છુએ ખાનગીમાં કહેલ કે તમારી પથારીમાં નાગ હશે, પણ તેણે એ વાત સાચી ન માની.
સૂતી વખતે નવકાર ગણવાના નિયમ પ્રમાણે ખાટલામાં એક તરફ બેઠો. નીચે સળવળાટ થવા માંડ્યો. પેલાને શંકા પડી એટલે ખૂબ ભકિતથી નવકાર ગણવા લાગ્યો. નવકારવાળી પૂરી થતાં તો નાગને દોરીનાં બંધનો જે હતાં તે ગમે તે રીતે છૂટી ગયાં, એટલે તે બેઠો હતો તેના આગલા ખૂણેથી નાગ ધીમે ધીમે લટકી બહાર નીકળ્યો. મીયાંભાઈએ નાગને જોઈ જરા કંપારી અનુભવી પણ આવા ભયંકર નાગના દંશથી હું બચી ગયો તે બદલ શ્રી નવકારમંત્રનો પ્રભાવ નિહાળી ગદ્ગદ થઈ ગયો.
ત્યાર પછી તો તે ભાઈ નવકારમંત્રના ખૂબ દૃઢ ભકત બન્યા.
આ રીતે ધર્મ મહાસત્તાના શરણે પરમેષ્ઠી = સાધુ ભગવંતની આજ્ઞા દ્વારા જીવનને લઈ જનાર મુસ્લિમને કેવી અદ્ભુત સિદ્ધિ મળી ! આ બધો ધર્મ મહાસત્તાનો પ્રભાવ !!!
તમે પણ આ રીતથી પરમેષ્ઠીઓની આજ્ઞા-નિષ્ઠા દ્વારા ધર્મમહાસત્તાના શરણે જીવનને સમર્પિત કરી આરાધનાના પંથે ખૂબ આગળ વધો એ મંગળ કામના.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org