________________
શ્રી નમસ્કાર મહામંત્ર તત્ત્વચંદ્રિકા
8
STUE
૨૮
પાલનપુર
૧૩-૭-૮૩ શ્રી નવકાર પ્રતિ તમારી ભકિત ખરેખર પ્રશંસનીય છે.
શ્રી નવકાર તરફ હૈયાનો ઝુકાવ ખરેખર તમારી આંતરિક શકિતઓનો ઉજ્વળ ભાવિ વિકાસ સૂચવે છે.
આ પત્રમાં તમને એક વાત જણાવવાની છે કે, શ્રી નવકાર એ મંત્ર નહીં પણ મહામંત્ર કેમ ? શાસ્ત્રમાં તો તેને મંત્રાધિરાજ - મંત્રોપનિષદ્ મંત્ર શિરોમણિ એવા શબ્દોથી નવાજેલ છે. તેનું શું રહસ્ય છે? એ જાણવું સમજવું જરૂરી છે.
મંત્ર એ કે જે ઈચ્છિત કામનાની પૂર્તિ કરે, અગર આવી પડેલ આક્તો કે વિષમ સ્થિતિમાં સહાયક થાય.
પણ શ્રી નવકાર મહામંત્ર કે મંત્રાધિરાજ એટલા માટે કે કામનાની પૂર્તિ તો થાય, પણ તે પૂર્તિ થયા પછી વાસનાની જે આગ ભડકે છે કે જેનાથી જીવન અશાંત થાય તે વાસનાના તત્ત્વને શ્રી નવકાર નબળું પાડે છે. એટલે કામનાપૂર્તિ થયા છતાં વાસનાનો અગ્નિ ભડકતો નથી. વળી આતમાં સહાય તો શ્રી નવકાર કરે જ, પણ આફતોને નોતરનાર અશુભ કર્મ સત્તાના મૂળને ઢીલા કરવાનું વિશિષ્ટ કામ શ્રી નવકાર કરે છે.
આ ઉપરાંત કામનાની પૂર્તિ માટે જરૂરી પુણ્યનું બળ કદાચ આરાધક આત્માનું ઓછું હોય તો શ્રી નવકારના જાપ-સ્મરણથી નવું પુણ્ય સર્જાય છે. અને પુણ્યનો ખૂટતો પુરવઠો શ્રી નવકાર પૂરો પાડે છે. આ શકિત કોઈ મંત્રમાં નથી. ચાલુ બીજા મંત્રો તો પુણ્ય હોય તો કામનાઓ પૂરી કરે પણ પુણ્ય ખૂટતું હોય તો કામના પૂરી ન કરી શકે. કરેલ જાપસ્મરણ લગભગ નકામા જાય, પણ શ્રી નવકારના જાપમાં એવું બનતું નથી, શ્રી નવકારના જાપથી નિખાલસતા હોય તો આપણી ઈચ્છા ન હોય તો પણ આપણાં કિલષ્ટ કર્મો – વાસનાઓ ક્ષીણ થવા પામે છે અને તેના ઘટાડા સાથે વિશિષ્ટ પુણ્ય પણ બંધાવા પામે.
પરિણામે કામનાઓ પૂર્ણ કરવા જરૂરી પુણ્યનું બળ આપોઆપ વધે અને આરાધક આત્માની બધી યોગ્ય કામનાઓ શ્રી નવકાર મહામંત્ર પૂરી કરે જ ! આથી બીજ મંત્રો કરતાં શ્રી નવકારને મહામંત્ર કહ્યો છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org