________________
૨૪૬
શ્રી નમસ્કાર મહામંત્ર નવચંદ્રિકા
૨૨
૨૭-૧૨-૮૩
શંખલપુર
વિ. તમારી આરાધના વ્યવસ્થિત ચાલુ હશે.
આરાધનાની પ્રાથમિક અસર સંસારનું આકર્ષણ ઘટે – દુન્યવી પદાર્થોની ઝણઝણાટી ઘટે અને અંતરથી જીવનશુદ્ધિના રાહે આગળ વધવાની તમન્ના જાગે. શારીરિક દષ્ટિએ મન - મગજ બને આખા શરીરમાં મુખ્ય અંગો છે. આખા શરીરને પ્રેરણા, પ્રવૃત્તિનું બળ આપનાર આ બંને અંગો છે.
તે બંને અંગમાં જે શ્રી નવકાર વસી જાય તો શારીરિક રીતે આપણે એવા સ્વસ્થ બની રહીએ કે અંતરની ઝણઝણાટીપૂર્વક શ્રી નવકાર અને તેના પ્રતીકરૂપ પંચ પરમેષ્ઠીઓની આજ્ઞા તરફ આપણું શરીર સદાકાળ ઝુકવા તૈયાર રહે. અનાદિકાળના સંસ્કારો આપણા શરીરને અવિધિમાર્ગ તરફ ઝુકાવે છે, તે ઝુકાવ ઘટવા પામે. આંતરિક પરિસ્થિતિઓમાં આ જાતનું પરિવર્તન આરાધનાના બળે આ રીતે અનુભવીએ એ જરૂરી છે. આ માટે સ્થાન - સમય - સંખ્યાના ધોરણ સાથે વર્ણયોગથી શ્રી નવકારના જાપનું વધુ મહત્ત્વ છે. તેની સાથે સ્વદ્રવ્યથી અષ્ટપ્રકારી પૂજા, સામાયિક, વ્રત, નિયમ, પચ્ચકખાણ, બ્રહ્મચર્ય, દાન, તપસ્યા આદિ સહાયક સાધનોની પણ ખાસ જરૂર છે.
જાપ સાથે સંસારને ભૂલવા માટે યોગ્ય સ્વાધ્યાય તે પણ પૂર્વાચાર્યન ગ્રંથનું વાંચન દિવસમાં ૩૦ મિનિટ પણ ઓછામાં ઓછું જરૂરનું છે. શ્રી વીતરાગ પ્રભુની ભક્તિયોગ સ્તવનો – પૂર્વાચાર્યના અથનુસંધાનપૂર્વક ઘીમા રાગે ગાવા તે લાભકર્તા છે.
ભકિતયોગમાં સંગીત મુખ્ય ન થઈ જાય, આપણા મનને ગમે તેવા આધુનિક સિનેતર્જનાં ગાયનોનો મોહ વધી ન જાય તે ખાસ ધ્યાન રાખવા જેવું છે. વ્યવહારમાં મોહનીય કર્મ વધે તેવાં આપણાં વર્તન ન થવા પામે એનું ખાસ ધ્યાન રાખવું જરૂરી છે. વળી આપણા જીવનમાં ઈર્ષ્યા, દ્વેષ, લોભ, પરદ્રોહ, વિશ્વાસઘાત અને અનીતિ આ છ બાબતોનો પ્રવેશ વિષયવાસના અને પુદ્ગલરાગની તીવ્રતાથી થવા ન પામે તેનું ખાસ ધ્યાન રાખવું ઘટે
વિચારોમાં કયારેક વાસના અગર કષાયની અસર ઊભી થાય ત્યારે તે અસરને વધુ ક્રિયાશીલ બનવા ન દેતાં તેવાં નિમિત્તો કે વાતાવરણને છોડી શુભ નિમિત્તો, શુભ વાતાવરણમાં જવાનો પ્રયત્ન કરવો. માત્ર માનસિક વિચારોથી તે આવેગને અટકાવવાની બાલિશ ચેષ્ટા કદી ન કરવી. કેમ કે વિચારોમાં આવેલ, વાસના કે કષાયનો પ્રવાહ માત્ર વિચારોથી કદી અટકતો નથી તે માટે તો તે પ્રવાહને સૌ પ્રથમ તેવા વાતાવરણ – નિમિત્તોથી આવતો અટકાવવા તેવા નિમિત્ત – વાતાવરણની અસરમાંથી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org