________________
શ્રી નમસ્કાર મહામંત્ર તત્ત્વચંદ્રિકા
૨૪૫
આજે દેખાતો ધ્યાનનો ઝોક ક્રિયાની અરુચિ અગર વધુ પડતી અવિધિવાની ક્રિયાઓમાંથી કંઈ ચેતનાને સ્પર્શે એવું ન મળેલ હોઈ ક્રિયાયોગની અણસમજભરી વિકૃત વિચારધારામાંથી ઊભો થયો છે. એટલે શોર્ટકટ મુકિતમાર્ગનો મેળવી લેવાના સંતોષના આધારે પાત્રતાની કેળવણી વિના ધ્યાનના કુમાર્ગે જવાનો પ્રવાહ કે અભિરુચિ આજે વધુ દેખાય છે. પણ તે બધાને માર્ગસ્થ કરવા “પત્ સિદ્ધિા, નપાતુ સિદ્ધિા, નપાત સિદ્ધિઃ વત ગુ' એ વાકયને વ્યવસ્થિત રીતે સમજી જ્ઞાની મહાપુરુષોનાં ચરણો પાસે બેસી આદર્શ જા૫પ્રક્રિયા વિશિષ્ટ રીતે આચારના જપયોગની સાધનાને જિનભક્તિ વડે આત્મ કક્ષાને અનુરૂપ ધર્મક્રિયાઓના વિધિયુકત આચરણ દ્વારા અંતરને સિદ્ધિ = કર્મયોપશમ દ્વારા આત્મશકિતના અપૂર્વ વિકાસના લક્ષ્ય તરફ વાળવાની જરૂર છે.
શ્રી નવકારની આરાધના આત્મશુદ્ધિના લક્ષ્ય સાથે કરવા માટે જપયોગ, શ્રી જિનભકિત અને કક્ષાનુરૂપ ધર્મક્રિયાઓનું આરાધન આ ત્રણેની ખાસ જરૂર છે. શ્રી વીતરાગ પ્રભુ પરમાત્માની ભકિતમાં તેમના ગુણાનુવાદ અંતરથી જ્યારે ઝીલે ત્યારે અંતરમાં પરમાત્મપદનો સ્પષ્ટ પરિચય મળવાથી આપણી આરાધનામાં ઉલ્લાસ - કૃતજ્ઞતાભાવ અને શ્રી વીતરાગ પ્રભુ પ્રતિ અંતરનો રાગ વધવા પામે છે. આપણી વિચારધારામાં આ જાતનો શ્રી વીતરાગ પ્રભુનો રાગ જગતના ભૌતિક પદાર્થોની મમતા અગર દુન્યવી પદાર્થોનું આકર્ષણ અંતરમાંથી હઠાવે છે. આપણામાં જેમ જેમ દુન્યવી પદાર્થોનું આકર્ષણ ઘટે તેમ તેમ સાધના માર્ગે જતાં વિક્ષેપોનું બળ અવરોધ કરવા તૈયાર થતું હોય તે વિક્ષેપોનું બળ નિ:શેષ થવા પામે છે. તે રીતે આપણે આપણી આરાધનાના પરિણામે અંતરશુદ્ધિનું સરવૈયું મેળવી શકીએ છીએ.
આજે વર્ષોથી ધર્મક્રિયાઓની આરાધનાના પંથે ચાલવા છતાં ભાવો-પરિણતિની મલિનતા ઘટતી જોવાતી નથી – કષાયો પ્રબળ દેખાય છે. અંતરની વાસનાઓ પ્રબળપણે માથું ઉઠાવતી હોય છે. એ બધું શેનાથી ? એ વિચારમાં પાયાનાં ખૂટતાં તત્ત્વોની માહિતી આપણને આ જાતના વિશિષ્ટ કૃતજ્ઞતાભાવ સાથે કરાતી જિનભકિતના પરિણામે પૌદ્ગલિક પદાર્થોના આકર્ષણના ઘટાડાની વાત મહત્વની સમજાશે.
તમો આ ઉપર ગંભીરપણે જરૂર વિચારશો. માત્ર આપણી જાતને સુધારવાના દષ્ટિકોણથી આ વાત વિચારવા જેવી છે. ઘણો અદ્દભુત પ્રકાશ મળશે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org