________________
શ્રી નમસ્કાર મહામંત્ર તત્ત્વચંદ્રિકા
જૈન આગમ મંદિર, પાલીતાણા
૨-૬-૮૪ વિશ્રી નવકારના પ્રભાવે તમારા જીવનમાં વિચારોની ધાંધલ ઓછી હશે, કેમ કે વિચારોની ધાંધલ શરણાગતિની ખામીથી ઊપજે છે. નાનું બાળક માની ગોદમાં ઊંઘતું હોય, તેને કશી વિચારોની ધાંધલ નથી હોતી. જેમ જેમ ઉમર વધે અને બાળકનું મગજ સક્રિય બને અને માતાના વિચારોને શરણાગતિ ભાવથી અપનાવવાની તૈયારી (ઉમરના કારણે) ન રહેવા પામે, પોતાના અધૂરા બિનઅનુભવી વર્તમાનકાળ કેન્દ્રીય વિચારોની સામે મા-બાપના વ્યવહારૂ અનુભવપૂર્ણ ભવિષ્ય કેન્દ્રીય વિચારો આવે એટલે ધાંધલ-સંઘર્ષ થાય.
આ રીતે શ્રી નવકારરૂપ મહાશકિત – જેનાથી આપણા અંતરમાં રાગાદિ દોષોનો કચરો ક્ષીણ થઈને વિશિષ્ટ આત્મશકિતનો પ્રાદુર્ભાવ થાય છે. તે શકિત - માતારૂપે આપણા પર વાત્સલ્યભાવ રાખી સમયે, સમયે વૃત્તિઓને પલટાવવાના ભગીરથ કામને પણ સહેલું કરી દે છે. પણ જેમ આપણે તે સાધના કાળમાં આપણા મગજની સક્રિયતા આપણા વિચારોની મહત્તાને પરવશ બની કરુણાભરી માતા રૂપ શ્રી નવકારની શકિતને શરણાગતિ ભાવથી સરંડર બની આવકારીએ નહીં, તો જીવનમાં વિચારોનો સંઘર્ષ અને મગજમાં ઉથલપાથલનો અનુભવ થાય જ! પરિણામે જીવનમાં ખળભળાટ રહે, અશાંતિનો અનુભવ થાય. પણ ગાડીમાં બેઠા પછી માથે પોટલું શા માટે રાખવું!
શ્રી નવકારરૂપ નિષ્કારણ વાત્સલ્યભરી માતાના ગોદમાં નિખાલસપણે “મુજ જીવનને તુંઉદ્ધાર”ની ભાવનાથી મન-વચન-કાયાથી સમર્પિત બનવાનો પ્રયત્ન આપણે કેમ ન કરીએ?
શ્રી નવકારની આરાધનાના પંથે આવ્યા પછી એક વાત મનમાં નકકી કરી રાખવાની કે સંસારના પદાર્થો પૂર્વજન્મના પુણ્યકર્મના ઉદયથી – આ ભવના યોગ્ય પુરુષાર્થના નિમિત્તને પામીને મળવાના છે, પણ ગત જન્મનું પુણ્ય મુખ્ય ચીજ છે. પુરુષાર્થ ગૌણ છે, પુરુષાર્થ તો આપણે ન કરીએ તો કદાચ આપણા માટે બીજો પણ કરે.
મિલમાલિક શેઠનું પૂર્વજન્મનું પુણ્ય પ્રબલ છે તો તે મજેથી સવા મણ રૂની પથારીમાં સવારે આઠ વાગ્યા સુધી સૂઈને ચા-પાણી કરે, સંડાસ જાય, નહાય પછી જમે, આરામ કરે, બપોરે ૧-૨ વાગે મોટરમાં બેસી મિલમાં આવે, બે કલાક બેસી ચાર વાગે ફરવા જાય, સાંજે ઘરે આવે, ખાય-પીવે, રેડિયો સાંભળે, રાત્રે ૧૦ વાગે સૂઈ જાય. મિલના સંચાને હાથ પણ લગાડતો નથી. પૈસા કમાવાનો પુરુષાર્થ જરા પણ કરતો નથી, પણ પુણ્ય એટલું બધું જબરદસ્ત છે કે તેમના વતી મજૂરો ત્રણ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org