________________
૧૮૦
શ્રી નમસ્કાર મહામંત્ર તત્ત્વચંદ્રિકા
પ્રયત્નશીલ થવું ઘટે. જોકે તમો ત્રણેમાં ઘોડાની પ્રધાનતા ને વિચારના ક્ષેત્રમાં તરતમભાવે વધુ ખામી, શ્રદ્ધા અને વિશ્વાસનો પાયો સચોટ છે. તેથી મને આનંદ છે.
પણ હજી તમારી વૃત્તિઓ અંતરના વળાંકમાં વારંવાર સંસાર અને એની જવાબદારીઓ પ્રતિ વધુ ઢળી જાય છે જેથી તમારી સમર્પણભાવની માત્રા પાયામાં બરાબર છતાં પ્રેકિટકલ જીવનમાં તેની ઊણપ આવી જાય છે. આ માટેના ઉપાયોમાં –
- જેમાંથી વિકારી – વાસનાઓ પર નિયંત્રણના બદલે સ્વેચ્છાચાર વધે તેવી પ્રવૃત્તિઓનો વિરામ ખાસ જરૂરી છે. તમે પુણ્યશાળી છો કે જુવાનીના ઉબરે પગ મૂકતાં પહેલાં જુવાનીની અટપટી ગલીઓમાંથી પસાર થવાની તકે પૂર્વના વિશિષ્ટ પુણ્યથી શ્રી નમસ્કાર મહામંત્રનું શરણ મેળવવા તમે ભાગ્યશાળી બન્યા.
પૂર્વજન્મની આરાધનાનું બળ-ગત જન્મનો અણાનુબંધ વધુ તેથી વિશિષ્ટ શકિતઓ વિકાસ પામી જાય છે. પાણીમાં તેલની માફક સ્પિરિચ્યુંઅલ શકિત વધુ વિકસે છે તો કયારેક સંસારી માયાનાં પડળોમાં તે શક્તિ કુંઠિત પણ થાય છે. છતાં સાપેક્ષ દષ્ટિએ તમે સારી રીતે શ્રી નવકારના વફાદાર આરાધક બની રહ્યા છો. તે પણ આનંદની વાત છે.
ટૂંકમાં તમો ઉપાયોને બરાબર અમલમાં ઉતારો અને આરાધનાના આંતરિક આનંદ – વિકારોનું શમન, વિચારોની અંધાધૂધીનો ઘટાડો અને વિવેકનો પ્રકાશ – આ ત્રણ બાબતો દ્વારા તમે મેળવો એ હકીકતમાં મારી અંતરની મહેચ્છા છે.
વધુને વધુ તમો શ્રી નવકારની નજીક આવો તે માટે તમારે વિકારી ભાવો, સ્વચ્છંદ ભાવ અને અહંભાવના કચરાને ખંખેરવો પડે. તે માટે સ્વદ્રવ્યથી પૂજા, નિયમિત વર્ણયોગાત્મક જપ, સામાયિકમાં વાંચન, અભણ્ય ત્યાગ, રાત્રે કે દિવસે લકઝરી ટાઈપના મિત્રોના સહવાસનો ત્યાગઆ પાંચ બાબતો માટે ખૂબ પ્રયત્નશીલ થવાની જરૂર છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org