________________
શ્રી નમસ્કાર મહામંત્ર તવચંદ્રિકા
૪૯
OO
મગરવાડા
૨૨-૬-૮૩, જેઠ સુદ ૧૧ ગયા પત્રમાં જણાવેલ કે, શ્રી નવકારનો ઉપાસક દુઃખ, આક્ત કે વિષમ સંયોગો વખતે શ્રી નવકાર સિવાય બીજાના શરણે ન જાય.
શરણે જતાં સમર્પણભાવ - વિશિષ્ટ શ્રદ્ધા કે અંતરનો ભાવ ન કેળવાય અને જોડાણ ન થાય તે કારણે શ્રી નવકારના મેઈન પાવર હાઉસમાંથી દિવ્ય ચૈતન્ય શકિતનો લાભ ન મળે તો તે સ્થિતિમાં અંતરના સમર્પણ અને શ્રદ્ધા, ભક્તિના ભાવને વધારવા સાથે માનસિક રાહત માટે નિર્દોષ નિરવદ્ય ઓછી ખટપટની દવા વગેરે બાહ્ય - ઉપરથી કરે, અગર વ્યાવહારિક રીતે જે કરવા જેવું લાગતું હોય તેનો પુરુષાર્થ કરે, પણ હાય હાય કે ધમાલ! કે હવે મારું શું થશે, એવી બેબાકળી દશાનો અનુભવ શ્રી નવકારની આરાધના કરનારને ન થાય, સંભવે પણ નહીં.
શ્રી નવકાર એટલે “સવ્વપાવપ્પણાસણો” જ્ઞાનીઓનો આપેલ કોલ છે. સર્વ = બધી જાતના પાવ = વિકાસને અવરોધક બધાં તત્ત્વો (ગરીબી, રોગ, માનસિક ઉપાધિ આદિ) પણાસણો = એટલે મૂળમાંથી નાશ કરનાર અર્થાત્ શ્રી નવકારથી બધી જાતનાં પાપો મૂળમાંથી
હઠી જાય છે. એટલે શ્રી નવકારના આરાધકને ગમે તેવી મુસીબતોમાં પણ દરેક મુસીબત કર્મના ઉદયથી જ થતી હોવાનું ચોકકસ હોઈ કર્મના ઉદયને ટાળવા – હઠાવવા સમર્થ, સર્વ શ્રેષ્ઠ શ્રી નવકાર સિવાય બીજા કોઈનું સ્મરણ આવે જ નહીં.
મારા જીવનની પરમ સત્ય અને મારા જીવનની દિશા પલટાવનારી ઘટના છે કે – મારા જીવનમાં ૧૮મા વર્ષે તીવ્ર અશાતાનો ઉદય થયો, વિ. સં. ૧૯૯૯માં.
અચાનક પીઠમાં – ડાબા ખભાના મૂળમાં એક ગાંઠ થઈ તે વખતે મારા પાપમાં નવકાર ન હતો. યોગ્ય ઉપચાર ટ્રીટમેંટ શરૂ થઈ, દવાના બળે, લેપના બળે તે ગાંઠ વિખેરાઈ, અને આખા શરીરમાં તેના પરમાણુ ફેલાઈ ગયા, પરિણામે આખું શરીર આમવાતના દોષથી ગંઠાઈ ગયું, મરડાઈ ગયું. આખા શરીરમાં લોહીના ભ્રમણ સાથે ભયંકર દુખાવો - દર્દ આખા શરીરે થવા માંડયું.
સુવાય પણ નહીં – બે ચાર વીંટ્યા (તકિયા)ના સહારે પગ લાંબા કરી આખો દિવસ ને રાત
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org