________________
૫૦
બેસી રહેવાનું, હલાય નહીં, ખસાય નહીં, સ્થંડિલ - મારું બધું સંથારામાં, ૧૯૯૯ના શ્રાવણ વદમાં ગાંઠ થઈ આસો વદમાં આખા શરીરે ભયંકર વેદના શરૂ થઈ.
શ્રી નમસ્કાર મહામંત્ર તત્ત્વચંદ્રિકા
૨૦૦૦ના વૈશાખમાં ઘણી ઘણી દવાઓના ઉપચારથી રોગ શમ્યો. હું જેમ તેમ થોડો હરતો-ફરતો (ડાંડાના ટેકે) થયો વધુ તો નહીં. ડોળીથી વિહાર કરવો પડતો. પણ હકીમજીની દવા સાથે માંત્રિક પ્રયોગો હતા તેના બળે ર∞/ર૦૦૧ની સાલ સારી ગઈ અને ફરી ર૦૦રના શ્રાવણમાં તેના તે રોગમાં ફસાયો, ૨૦૦૩ના વૈશાખમાં ફરી સાજો થયો. ફરી ૨૦૦૩ના શ્રાવણમાં પટકાયો. ર૪ના વૈશાખમાં સારો થયો. ફરી ૨૦૦૪ના શ્રાવણમાં પટકાયો.
વાત મુદ્દાની એ કે કર્મના ઉદયને ટાળવાની દવામાં કે મંત્રમાં તાકાત નથી કે જે શ્રી નવકારમાં છે. શ્રી નવકારમાં કર્મોને હટાવી-ભસ્મ કરવાની શકિત છે. તેનો અનુભવ ર૦૦પના માગસર કે પોષમાં થયો, હું લાકડા જેવો સજ્જડ અકડાયેલી સ્થિતિમાં અમદાવાદ ઝવેરીવાડમાં આંબલીપોળના ઉપાશ્રયે હતો.
પૂજ્ય ગુરુદેવની પ્રૌઢ પ્રતિભા પુણ્યશકિત બળ તેથી દરેક સમુદાયવાળા મારી શાતા પૂછવા આવે. એકતિથિ - બેતિથિનો પણ ભેદ નહીં.
ખુદ આ નેમિસૂરિ મ૰ જેવા પણ ચાલીને આવેલ, પહોંચી ન શકાય તો આ ઉદયસૂરિ મ સા. નંદનસૂરિ મ. આદિ આચાર્યોને શાતા પૂછવા મોકલે, આ રીતે અમદાવાદના દરેક સમુદાયના આચાર્યો, પદસ્થો, મહાત્માઓ આવતા.
તેમાં મારા પરમગુરુ, જીવનદિશા ચીંધનાર પં. શ્રી ભદ્રંકર વિ. મ૰ શાતા પૂછવા પધાર્યાં. ઔપચારિક વાતો થઈ. રાત્રે ઊંઘ નથી આવતી – હરાતું – ફરાતું નથી વગેરે વાતો થઈ. પંન્યાસ શ્રીએ અત્યંત વાત્સલ્યથી કહ્યું કે, ભાઈલા ! નવકાર કેટલા ગણે છે! હું શરમાઈ ગયો. શ્રી નવકારના મહિમાની ખાતરી તો હતી જ! પણ હૈયામાં વૃત્તિ નહીં, એટલે બીજા સાધુની જેમ અને સંસ્કારથી બે બાંધી નવકારવાળી જેમ તેમ મણકા ઉતારવાની જેમ કયારેક સવારે, કયારેક સાંજે, કયારેક રહી પણ જાય. આવી રીતે ગણતો, બધી વાત મેં નિખાલસતાથી શરમભર્યાં હૈયે કરી, છતાં પૂ. આરાઘ્યપાદ તારક પંન્યાસપ્રવરથીએ જરા પણ મારા પ્રતિ હીનભાવ તુચ્છ-કાર દર્શાવવાના બદલે મારા જમણા હાથને હાથ પર લઈ પંપાળવા લાગ્યા. જાણે તેમની દિવ્ય કરુણા મારા શરીરમાં વહી રહી. મારા શરીરમાં દિવ્ય ચેતનાનો સંચાર થઈ રહ્યો અને પૂ. પંન્યાસથી ભગવંત અત્યંત વાત્સલ્યભર્યા શબ્દોથી બોલ્યા કે ભાઈલા! તું પુણ્યવાન છે કે તને શ્રી નવકાર ગણવાની કેટલી અનુકૂળતા થઈ છે! ઊંઘથી માણસો કંટાળી જાય, જાપ ન કરી શકે, કુદરતે જે થાય તે સારા માટે - એમ ગણી તું હવે શ્રી નવકાર ગણવા માંડ, જેથી આ રોગ તો શા હિસાબમાં છે! પણ ભાવરોગ કર્મના પણ ખસી જાય. જીવન ઉત્તમ થશે, આદિ. મારા પુણ્યનો ઉદય કે પૂ. તારક ગુરુદેવનાં તે વચનો એવાં ઝિલાઈ ગયાં
કે
પંન્યાસજી મ૰ પધાર્યા કે તુરત નવકારવાળી કાઢી ગણવાની શરૂઆત કરી.
હવે સમય જે નકામો જતો હતો તે લેખે લાગતો હોય તેમ ૮ - ૧૦ દિવસ પછી લાગ્યું. જાણે મારી આગળ કો'ક પ્રકાશપુંજ રક્ષા કરતું હોય તેમ લાગ્યું.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org