________________
શ્રી નમસ્કાર મહામંત્ર તવચંદ્રિકા
ફરી પૂ. પંન્યાસજી ભગવંત પ્રાય: તેથી રાા મહિને ફાગણ કે ચૈત્રમાં મળ્યા. મારી હરીફરી શકાય તેવી અવસ્થા નિહાળી મારી શ્રદ્ધામાં બળ પૂરતાં બોલ્યા કે, ભાઈલા! જોયોને શ્રી નવકારનો પ્રતાપ ! કેટલા નવકાર ગણ્યા! મેં કહ્યું કે સાહેબ! લા લાખ થયા. પૂજ્યશ્રીએ કહ્યું કે, ભાઈ! હવે છોડીશ નહીં, ગયે જ જા! રોજની પાંચ બાંધી માળાથી તો ઓછું ન જ થવું જોઈએ. મેં મનમાં ગાંઠવાળી ગુરુવાકયની, પાછું મનના કોક ખૂણે બેઠેલ અશ્રદ્ધા બોલી ઊઠી કે એ તો દર ફાગણ – ચૈત્રમાં મટે જ છે ને! એમાં શ્રી નવકારનો શો પ્રતાપ! પણ શ્રદ્ધાથી પરિપુષ્ટ મને પોકાર કર્યો કે ચલ! ચલ! આવી શંકા-કુશંકા કાં કરે છે! પૂ. ગુરુદેવના વચનથી ૩ લાખ નવકાર ગણ્યા. તેનો જ પ્રતાપ છે! મહાસિદ્ધયોગી મહાપુરુષ છે તેનું વચન અન્યથા ન જ હોય, પેલી અશ્રદ્ધા કહે કે આવવા દે શ્રાવણ મહિનો - મેં કહ્યું કે હવે ગમે તે થાય રોગ હવે પાછો ન આવે, કેમ કે ગુરુ અને નવકાર બન્નેનાં રખવાળાં છે. આજસુધી દવાનાં જ રખવાળાં હતાં, દવા કંઈ કર્મના ઉદયને ખાળી ન શકે. ગુરુકૃપાએ નવકાર તો ગમે તેવાં વિષમ કર્મોના ઝુંડને પણ ફગાવી દે. આ હુંકારાથી અશ્રદ્ધા ચૂપ થઈ - ચૈત્ર ગયો. વૈશાખ ગયો, દર વખત કરતાં સ્કૂર્તિ ખૂબ વધી, જેઠ ગયો, અષાડ બેઠો કોઈ તકલીફ ના અણસાર નહીં. અને શ્રાવણમાં તો ચાણસ્મામાં ધમધમાટ વ્યાખ્યાન આપતાં શ્રાવણ પસાર થઈ ગયો, પજુસણમાં ડબલ વ્યાખ્યાન આપતો, ગણધરવાદ બપોરે ૧૧ થી સાંજે દશા થયા. ભાદરવો ગયો, આસો આવ્યો, કાર્તિક પૂરો થયો, દરવખત તો આસોમાં માંદો પડતો. ર૦રથી ચાલુ ક્રમ ર૦૫ના આસોમાં કંઈ ન થયું. એટલે જડબેસલાક શ્રી નવકાર પર સચોટ શ્રદ્ધા બેસી અને શ્રી નવકારની પાંચ બાંધીમાળાનો ક્રમ બરાબર ઉત્સાહભેર ચાલુ રહ્યો. (આની પછીની મહત્ત્વની વાતો ફરી કયારેક).
આ રીતે મારા જીવનમાં અનુભવની સરાણ પર અનુભવેલ આ વાત છે કે શ્રી નવકારના આરાધકને શારીરિક, માનસિક કે કંઈપણ આફત ઉપાધિ આવે ત્યારે શ્રી નવકારમાં વૃત્તિઓને લઈ જઈ આંતરિક સંવેદનાભર્યો જાપ કરવા સિવાય બીજો કોઈ ઉપાય કરવો ગમે જ નહીં.
કેમ કે એક વાત ચોકકસ છે કે, આવેલ આક્ત-દુઃખ-દર્દ અથવા વિષમ પરિસ્થિતિ કર્મના ઉદય વિના નથી આવી, તે કર્મના ઉદયને મૂળમાંથી હઠાવવાની પ્રબળશકિત શ્રી નવકારના એકેક અક્ષરમાં અખૂટ ભરી છે. એટલે શ્રી નવકારનો આરાધક જરા પણ મૂંઝાયા વિના નાનું બાળક ગભરાય કે આફત આવે તુરત માની સોડમાં સમાય, તેમ આપણે આપણી વૃત્તિઓને ગમે તેવી વિષમ પરિસ્થિતિમાં ધર્મધ્યાન કે જે તે બાહ્ય ઉપાધિઓના પ્રબંધમાં ફસાવવા કરતાં અંતરના પુકાર સાથે શ્રી નવકારના શરણે જવાની તત્પરતા કેળવવાની જરૂર છે. જપાતું સિદ્ધિ: જપાતું સિદ્ધિ:
જપાત્ સિદ્ધિ: નો જાપ જીવનના તારે તારે આપણાં રોમેરોમે ગુંજતો રહેવો જોઈએ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org