________________
પર
טד
२३
શ્રી નમસ્કાર મહામંત્ર તત્ત્વચંદ્રિકા
મગરવાડા
૨૫-૬-૮૩, જેઠ સુદ ૧૫
આ વિશ્વમાં પ્રાણીમાત્રને હેરાન કરનારી અનેક વિટંબણાઓમાં મૂકનારી કર્મસત્તાનું સામ્રાજ્ય એક છત્રી આપણને દેખાય છે પણ તે કર્મસત્તાના પાયાને પણ હચમચાવનાર ધર્મ-મહાસત્તા આ જગતમાં અનાદિકાળથી છે. માત્ર તેની સાથે આપણો સંપર્ક ન થવાના હિસાબે કર્મસત્તાના નિયંત્રણ તળે વિવિધ દુ:ખો, પીડાઓ ભોગવવી પડે છે.
ી
ધર્મ મહાસત્તા એટલે જગતના સર્વ પદાર્થોનો મૂળભૂત સ્વભાવ અને તેનું પરિણમન. એટલે જગતમાં મુખ્યત્વે બે પદાર્થો છે. જડ અને ચેતન
દર્શન જડ પોતાના પરિવર્તનશીલ સ્વભાવમાં અને ચેતન પોતાના આંતરિક શુદ્ધ જ્ઞાન ચારિત્રના સ્વભાવમાં રહે તેવા સંયોગો લાવી આપવા, ઊભા કરવા તે બધું - ધર્મ મહાસત્તાનું કાર્ય
ગણાય.
Jain Education International
-
પણ કર્મસત્તાના નિયંત્રણથી ઊભગીને આપણે ધર્મ-મહાસત્તાના શરણે જઇએ તો ધર્મ-મહાસત્તા આપણને સંભાળે.
-
આ ધર્મ-મહાસત્તાના સર્વસમ્રાટ અરિહંતો – સિદ્ધો છે, ધર્મ મહાસત્તાના અમલદારો આચાર્ય ઉપાધ્યાય અને સાધુઓ છે. શ્રી નવકાર મહામંત્ર ધર્મ-મહાસત્તાનો રાજઢંઢેરો છે કે અમારા માધ્યમથી જે કોઈ આ પાંચ પરમેષ્ઠીને નમે છે. શરણાગત થાય છે. તેના પરના કર્મસત્તાના બધા નિયંત્રણો હટી જાય છે. અગર હટાવવા અમે અમારા સામર્થ્યને સક્રિય બનાવીએ છીએ.
આવા શ્રી નવકાર મહામંત્રના સામર્થ્યને ઓળખવા વિશ્વની સર્વોપરી મહાસત્તા રૂપ ધર્મ-મહાસત્તાને ઓળખી તેના શરણે રહેવારૂપે કમઁસત્તા સામે ઝૂકી ન જવાની તૈયારી, એટલે શુભકર્મના ઉદયે હરખી જવું - અશુભ કર્મના ઉદયે દીન થઈ જવું. આ ન કરવું તેનું નામ ધર્મ-મહાસત્તાની શરણાગતિ સ્વીકારી ગણાય.
For Private & Personal Use Only
આવી રીતે શ્રી નવકારના માધ્યમથી ધર્મમહાસત્તાની શરણાગતિ સ્વીકારી પંચપરમેષ્ઠિઓની અપૂર્વ શકિતને આત્મસ્થ કરવા પ્રયત્ન કરવો તે ખાસ જરૂરી કર્તવ્ય છે.
વળી એક બીજી વાત મુદ્દાની છે કે ધર્મ-મહાસત્તાનું કાર્ય ચેતન - જીવોને પોતાના સ્વભાવમાં સ્થિર રાખવા પોતાની શકિતઓના વિકાસના પંથે ઉત્તરોત્તર વધી સિદ્ધની સંપૂર્ણ અવસ્થાએ
www.jainelibrary.org