________________
શ્રી નમસ્કાર મહામંત્ર તત્ત્વચંદ્રિકા
D
1
૫૩
પાલનપુર
૧૫-૧૦-૮૩
વિ શ્રી નવકારનું ખરુંનામ નમસ્કાર છે, એટલે આપણે અનાદિકાલથી જીવીએ છીએ તે મનસ્કારની પદ્ધતિથી. મનસ્કાર = મન = અંતરની પ્રવૃત્તિઓ જે કહે કે દોરવણી આપે તે રીતે આપણે વર્તીએ છીએ.
અંતરમાં વિવેકનો ઉદય ન થયો હોય ત્યાં લગી મનની રાહે ચાલવામાં આપણે આપણી જાતને સ્વતંત્ર વિચારક સમજી શાણા કહેવડાવવામાં ગૌરવ માનીએ છીએ, પણ સરવાળે મન મોહનીય કર્મના અશુભ રાગાદિ સંસ્કારોનું માધ્યમ હોઈ જ્યારે તેની મારફત રાગાદિ દૂષણોથી જીવન ઊભરાઈ જાય છે. ત્યારે કયારેક સમજુ માણસ ગૂંચવાઈ જાય છે કે આ કેમ બન્યું! મેં સ્વતંત્ર રીતે વિચારપૂર્વક ભરમાયા વિના વિશિષ્ટ પ્રવૃત્તિ કરી છતાં પરિણામ આમ કેમ ?
કોઈના દોરવાયા
Jain Education International
રી
“મનના રવાડે જે ચડ્યા તે નર ખત્તા ખાય'' આ સૂકિત ભૂલી ગયા.
૧૧૧
પણ ખરેખર પાયાની ભૂલ જે થઈ છે કે રાગાદિ દૂષણોના માધ્યમરૂપ મનની સ્વતંત્ર દોરવણી મુજબ જ્યારે આપણે ચાલવા તૈયાર થયા ત્યાં જ આપણે રસ્તો ચૂકયા.
પરિણામે આપણી ચૈતન્યશકિત તે મનના રવાડે વિપરીત દિશામાં ચઢી, પરિણામે આત્માને રખડાવી મારનારા રાગાદિ દૂષણોના ચકરાવે જીવન ચઢી ગયું. માટે જ્ઞાનીઓ અહીં રેડસિગ્નલ આપે છે કે -
ભાઈ! સબૂર ! એક અક્ષર ફેરવી નાખ ! મ..ન.. તેને ન..મ..માં પલટાવી દે, તારા કરતાં વિશિષ્ટ જ્ઞાનીઓ જે રસ્તે ચાલીને પોતે પરમોચ્ચ દિવ્ય શાંતિ-સુખના ભંડારને પામી શકયા તે રસ્તા તરફ જરા નજર કર! તારા જેવા દીન, હીન, ક્ષીણ, શકિતવાળા અનેક પુણ્યાત્માઓ અનંત જ્ઞાનીઓએ નિર્દેશેલા પંથે ચાલી પરમસુખના ભાગી બન્યા છે. માટે તું તે અનંતજ્ઞાનીઓના ચીંધ્યા પંથે નમ્રતાપૂર્વક ચાલવા તૈયાર થા ! આનું નામ નમસ્કાર !!!
મનસ્કાર = મનના રવાડે ચઢી રાગાદિ દૂષણોને જગાડવા.
નમસ્કાર = અંતરંગ વિચારધારાને અનંત જ્ઞાનીઓએ ચીંધેલા પંથે વાળવા પ્રયત્ન.
For Private & Personal Use Only
www.jainelibrary.org