________________
શ્રી નમસ્કાર મહામંત્ર તત્ત્વચંદ્રિકા
૨૭૬
આ ભૂમિકાએ આપણી જાતને ટકાવવાથી આથોનો સફળ રોધ અને સંવરભાવની ઉત્કૃષ્ટ વૃદ્ધિ થવા પામે છે, જેથી આંતરિક વિકાસ યાત્રા, વણથંભી મુકિતની મંજિલ સુધી પહોંચાડનારી બને છે. આ ભૂમિકાના વિકાસથી આરાધનામાં વર્ષોલ્લાસ આવે છે, લક્ષ્યમાં આપણા વિકાસને અવરોધક વિજાતીય તત્ત્વ = કર્મ સત્તાને હઠાવવાની વાત સ્પષ્ટ રીતે આવવાથી આરાધનામાં જેમ પ્રગટે એ સહજ છે.
આમાં કયારેક એવું ચંવાનો સંભવ છે કે, લયની જાગૃતિ વ્યવસ્થિત રીતે નયસાપેક્ષ રીતે ન કરી હોય તો, તદનુરૂપ પ્રવૃત્તિ – આચરણાના અભાવે એકાંગિતા થઈ જવા પામે તો, આરાધનાનો રાજમાર્ગ હાથથી છૂટી જાય. તેથી ગુરગમથી યથાયોગ્ય રીતે અંતરમાં મોહના ક્ષયની ભૂમિકા કેળવણી સાથે લક્ષ્યની જાગૃતિનું ધ્યેય કેળવાય તો વિચારોમાં ક્રિયાયોગની આચરણાનું મહત્ત્વ જળવાઈ રહે. પરિણામે આચારશુદ્ધિના ધોરણને જાળવવા યથાયોગ્ય રીતે સાવચેતી કેળવાય.
ટૂંકમાં જિનશાસનની બંધારણીય પાયાની આધારભૂત ચીજ એ છે કે, આત્માના વિકાસના આડે રહેલ વિજાતીય તત્ત્વરૂપ કર્મસત્તાને હડસેલવાની સતત જાગૃતિની ખાસ જરૂર છે. તે વિના અંતરમાં અનંતોપકારી જ્ઞાનીઓનાં વચનો પ્રતિ હાર્દિક અનુરાગ કેળવાતો નથી. વિધિ પ્રતિ આદરભાવ જાગતો નથી.
તેથી કર્મનિર્જરાના ધ્યેયને સ્પષ્ટ રીતે લક્ષ્યમાં સ્થિર કરવાની જરૂર છે. તેના પરિણામે ક્રિયાયોગ, જ્ઞાનીની નિશ્રા, શાસ્ત્રીય મર્યાદાઓનું પાલન આદિ સહજ રીતે જીવનમાં ભાવોલ્લાસના અંગ તરીકે ગોઠવાઈ જાય છે. “જડક્રિયાઓ આત્માનું છું કલ્યાણ સાધે ?' “ક્રિયાથી તો બંધ થાય” “ક્રિયા જડભાવને પોષક છે' આદિ અધૂરા જ્ઞાનનાં વાકયોની અસારતા કર્મનિર્જરાના ધ્યેયની ચોકકસાઈથી આપોઆપ સમજાય છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org