________________
૨૭૭
શ્રી નમસ્કાર મહામંત્ર તત્વચંદ્રિકા
છે
૧પ
પાટણ
૨૫-૬-૮૫ પ્રભુશાસનને પામ્યા વિના કયારેય પણ કષાયોની ઉપશાંતતા થતી જ નથી. સાબુ વિના મેલ જાય શી રીતે ? અનંતજ્ઞાની નિર્દિષ્ટ ક્રિયાયોગના વિધિવત્ યથાર્થ આસેવનથી થતા મોહના ક્ષયોપશમે, કપાયની ઉપશાંતતા થાય. તે વિના શકય જ નથી. કારણ વિના કાર્ય થાય જ નહીં !
કષાય એ ચારિત્રમોહનો ઉદય છે. તેનું જોર ત્યારે જ ઘટે કે વીતરાગની આજ્ઞાનુસાર, વીતરાગ ભાવને લાવનાર ષડાવશ્યકનાં અનુષ્ઠાનોમાં જ્ઞાની નિશ્રાએ વિધિવત્ પ્રવૃત્તિ થાય. મોહ અને વીતરાગતા બને પરસ્પર વિરોધી છે. એકબીજાની પ્રબળતાએ એક-બીજાને દબાવે કે હટાવે. મોહ ઘટે એટલે વીતરાગભાવ વધે = કષાયોની ઉપશાંતતા દેખાય. મોહ વધે એટલે વીતરાગભાવ ઘટે = કષાયો પ્રબળ થાય.
કદાચ તમોને એ સવાલ થાય કે વર્તમાનકાળે જિનશાસનને નહીં પામેલા - નહીં સમજેલા અન્ય દર્શની સાધુ સંતોમાં તેમજ શુષ્ક અધ્યાત્મીઓના જીવનમાં કષાયની ઉપશાંતિ કેમ ? શું તે પૂર્વના પુણ્યનો ઉદય હશે ?
તો તેનો ખુલાસો એ કે – પુણ્યના ઉદયથી શુભસામગ્રી પ્રાપ્ત થાય, પુણ્યના ઉદયથી કષાયોની ઉપશાંતિ ન થાય. કષાયોને ઢીલા પાડનાર ઉત્તમ સાધનો પુણ્યના ઉદયે મળે, પણ છેવટે પુણ્યના ઉદયે મળેલ ઉત્તમ સાધનોના સદુપયોગે જિનશાસન પ્રરૂપિત શુભ અનુષ્ઠાનોના વિધિપૂર્વક આસેવનની તો જરૂર પડે જ. માત્ર પુણ્યની પ્રબળતાથી મોહના ઉદયને ઘટાડી શકાય નહીં. મોહના ઉદયને ઘટાડ્યા વિના કષાયોનો ઉપશમ ન થાય. એટલે શુષ્ક અધ્યાત્મીઓમાં દેખાતી કષાયની ઉપશાંતિ હકીકતમાં મોહના ઉદયની મંદતા જ માત્ર છે. સત્તામાં તો મોહનીય પ્રબળપણે બેઠું હોય, પણ તેમાં રસ તે જાતનો કે અમુક સમય પછી જ ઉદય આવે – મનુષ્યભવના પર્યાયમાં કદાચ તે તીવ્ર ઉદયની ભૂમિકાએ ન પણ આવે.
વળી કષાય એટલે માત્ર ગુસ્સો એમ નહીં. કષાય એટલે ક્રોધ, માન, માયા, લોભ. આપણે માત્ર તેઓ ગુસ્સો નથી કરતા, હસી કાઢે છે, તેવા નિમિત્ત પામ્યા છતાં ગુસસે થતા નથી. આનાથી આપણે એઓમાં કષાયની ઉપશાંતિ માનવા પ્રેરાઈએ છીએ, પણ હકીકતે ક્રોધ કષાયને ઉદયમાં આવવા માટે જેવા ને જેટલા રસની જરૂર છે, તેટલો રસનો ઉદય દ્રવ્ય-ક્ષેત્ર-કાળ-ભાવની તથાવિધ સામગ્રીના સહયોગના અભાવે નથી. માટે દેખીતી શાંતિ લાગે છે. પણ બીજી બાજુ માન કષાય, માયા કષાય,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org