________________
શ્રી નમસ્કાર મહામંત્ર તવચંદ્રિકા
૨૭૮
લોભ કષાયનાં અનેક સૂક્ષ્મ રૂપો છે. દેખીતા સ્થૂળ માન, માયા, લોભ ન દેખાય પણ પૌગલિક પદાર્થની લાલસા – પૃહારૂપ લોભ, તે અંગે વિવિધ પ્રયત્નોરૂપ માયા, તે મળવાથી થતો આંતરિક સંતોષરૂપ માન – વિવિધ રીતે શુષ્ક અધ્યાત્મીઓની જીવનચર્યામાં ડગલે પગલે અનુભવવા મળે, તેટલા ઊંડા આપણે તેમની જીવનચર્યામાં ઊતરીએ ત્યારે આ બધી ખબર પડે.
મોહનીય કર્મ - ચારિત્ર મોહનીય કર્મને ઉદયમાં આવવા માટે મુખ્ય ૪ દ્વાર- ક્રોધ, માન, માયા, લોભ. તેમાં કયારેક એકાદ દ્વાર ઓછું કામ કરે – બીજા દ્વારોએ મોહનો ઉદય પ્રબળ તીવ્રપણે ચાલુ હોય; તેથી બહારથી દેખાતી કોધરહિત દશા પરથી કષાયોની ઉપશાંતિ ન ગણાય. શુષ્ક અધ્યાત્મીઓને પાંચે ઈદ્રિયોના પ્રશસ્ત વિષયો સારું ખાવું, પીવું, સારી વેશભૂષા, બંગલા, બગીચા, માન પાન આદિ અનેક રૂપે પુદ્ગલ પ્રતિ આકર્ષણ સતત ચાલુ જ હોય છે. એટલે માન, માયા, લોભ તીવ્રપણે પુદ્ગલાસકિતમાંથી હોય. ત્યાં ક્રોધ દેખાતો ન હોય પણ કયારે આવીને કબજો જમાવે તે કહેવાય નહીં.
તેથી જિનશાસનની મોહના ક્ષયોપશમન કરનારી ષડાવશ્યક આદિની ક્રિયાઓના વિધિપૂર્વક જ્ઞાની નિશ્રાએ આસેવન વિના, કયારેય પણ મોહનીય કર્મ ઢીલું થાય જ નહીં. આ વાત ત્રિકાળાબાધિત છે.
અગ્નિશમને ગુણસેન મહારાજા પર પહેલા, બીજા મા ખમણના પારણે કષાય જરા પણ ન આવ્યો, નિમિત્ત તો પ્રબળ હતું છતાં મોહના તથાવિધ રસબંધની વિચિત્રતાથી ૬૦ દિવસના ઉપવાસે પણ ગુણસેન મહારાજ પર જરા પણ અપ્રીતિ ન થઈ અને ત્રીજા માસખમણના પારણે પાછા ફરતાં કેટલા ભયંકર કષાયને પરવશ થઈ ગયા કે ભવોભવ જાનથી મારી નાંખવાનું નિયાણું કરી સાતસો વર્ષની માસખમણની તપસ્યા પર પાણી ફેરવી નાંખ્યું.
જ્યારે આની સામે જિનશાસનની વિધિશુદ્ધ શાસ્ત્રમર્યાદાના દઢ પાલનપૂર્વક કરાયેલ વિવિધ સંયમ-તપ-સ્વાધ્યાય આદિ ક્રિયાઓના બળે બંધકસૂરિના ૫૦૦ શિષ્યો જીવતા ઘાણીમાં પિલાવાની અતિ તીવ્ર વેદના વખતે પણ શરીર-આત્માના ભેદજ્ઞાનને જાળવી અપૂર્વ સમતાભાવ કેળવ્યો કે આર્તરૌદ્ર ધ્યાનની તીવ્રતાના બદલે ધર્મધ્યાન શુકલધ્યાનની પરાકાષ્ઠાએ પહોંચ્યા તેમાં પ્રતાપ કોનો ? વિધિપૂર્વક આરાધેલ જિનશાસનની ક્રિયાઓનો ! તે ક્રિયાઓની વિધિશુદ્ધ આરાધનાથી મોહનીયકર્મ સાવ નિશેષ પ્રાય: થઈ ગયેલ. તો પ્રબળ અગ્નિ પણ બળેલી જમીન પર આપોઆપ બુઝાઈ જાય તેમ મોહનીયરૂપ અગ્નિ તેને ઉદયમાં આવવા માટે પુદ્ગલ રાગની ભૂમિકા, વિશિષ્ટ વિધિશુદ્ધ ક્રિયાઓથી સંપૂર્ણ બળી જાય પછી તે અગ્નિ તથા પ્રજ્વલિત શી રીતે રહે?
વળી તે ૫૦૦ શિષ્યોમાં કોઈ તપસ્વી, ભણેલા, લાંબા દીક્ષા પર્યાયવાળા એવા ઘણી જાતના હશે પણ એક બાળ મુનિ જેને દાઢી મૂંછ પણ નહીં ઉગેલ, ટૂંક સમયના દીક્ષિત, તેમણે પણ સાધુજીવનની સંયમ ક્રિયાઓનું કેટલું સુંદર આસેવન કર્યું હશે જેનાથી આવા અતિ તીવ્ર મરણાંત ઉપસર્ગે પણ પુગલભાવને વોસિરાવી કેવળજ્ઞાનની ભૂમિકાએ પહોંચી ગયા ! આ અજબ પ્રભાવ જિનશાસનની વિધિશુદ્ધ ક્રિયાઓની જ્ઞાની નિશ્રાએ આસવનાનો છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org