________________
શ્રી નમસ્કાર મહામંત્ર તત્તચંદ્રિકા
૨૭૯
માટે તમો નિ:શંક થઈ જાઓ કે જિનશાસનના ક્રિયાયોગનું અણીશુદ્ધ પાલન કર્યા વિના કયારેય પણ કષાયોની ઉપશાંતિ ત્રણ કાળે પણ થાય જ નહીં !! શુષ્ક અધ્યાત્મવાદીઓમાં દેખાતી બાહ્ય શાંતિ અમુક સીમાની હોય, પુદગલ પ્રતિ રાગના કારણે અમુક પોતાનું ધાર્યું ન થાય ત્યાં એક યા બીજી રીતે કષાય ભડકે જ ! એ સહુના અંતરંગ જીવનની ચર્ચામાં ઊંડું ડોકિયું કરીએ ત્યારે જ ખબર પડે. પણ પ્રભુશાસનના ક્રિયાયોગને આરાધ્યા વિના મોહનીય કર્મનો ક્ષય શકય જ નથી. માટે તમો મહાન પુણ્યાઈ બળે, શુષ્ક અધ્યાત્મના પંથે ચાલી અનુભવ કરી હવે પાછા પ્રભુશાસનના પંથે જે વળ્યા છો તે ક્રિયાયોગના માર્ગના બહુમાનમાં જરા પણ ખામી લાવશો નહીં. આ અંગે ઉપદેશપદ પૂ આ હરિભદ્રસૂરિજીનું (પૂ. આચાર્ય હેમસાગરસૂરિનું ભાષાંતર) જરૂર વાંચશો. કથા ભાગ છોડી બાકીનો ભાગ ખાસ મનનપૂર્વક વાંચવા જેવો છે.
૧૬
પાટણ
-: ગુરુ પૂર્ણિમાનો સંદેશ :
૩૦-૬-૮૫ વિવેકબુદ્ધિના પ્રકાશમાં જિનશાસનની ઓળખાણ થયા પછી આરાધક પુણ્યાત્માને, સંસારની કે અન્ય દર્શનોની ગમે તેવી મોહક-આકર્ષક વસ્તુ કે વાત, તેની અંતરની શ્રદ્ધાને ડગાવી શકતી નથી.
મોહનીય કર્મના ક્ષયોપશમની વિશિષ્ટ ભૂમિકા, સ્વસ્વગુણસ્થાનકોચિત તે તે શાસનમર્યાદાનિર્દિષ્ટ, વિહિત અનુષ્ઠાનોનું ગુરૂમુખે આસેવન વિધિસર કરવાથી ઘડાય છે. ગુરૂગમથી નવિશેષની સ્પષ્ટ સમજૂતી ન મેળવાઈ હોય તો નયના એકાંગીપણાને વિકૃત રીતે પકડી સત્ય વાતની પણ એકદેશી રજૂઆત ઘણી વાર સમ્યક્ત્વને ડગાવવા નિમિત્તરૂપ બને છે.
તમારું અહોભાગ્ય છે કે એકાંગી નિશ્ચયની સ્વચ્છંદ રીતે એટલે શાસ્ત્ર, ગુરનિશ્રા કે શાસન પરંપરાને બિનવફાદાર રહી કરાયેલ પ્રરૂપણા(દિગંબરોની)ના ગજગ્રાહમાંથી પૂર્વના આરાધેલ, ગુરુમુખે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org