________________
૨૮૦
શ્રી નમસ્કાર મહામંત્ર તત્તચંદ્રિકા
ધર્મક્રિયાઓના સેવનથી ઉપાર્જેલ, પુણ્યબળે છૂટી શકયા. પણ હવે દેશવિરતિ જીવનમાં તમે શ્રાદ્ધવિધિ, પંચાશક, ધર્મબિંદુ આ ત્રણ ગ્રંથોનું વ્યવસ્થિત વાંચન કરી, તમે યોગ્ય રીતે ચારિત્ર મોહનીયના ક્ષયોપશમની સાનુબંધ ભૂમિકા તૈયાર કરો કે જેથી આ ભવમાં અગર આવતા ભવમાં નાની વયે સર્વવિરતિ ચારિત્ર મેળવી, યથાયોગ્ય આરાધનાથી તમે જ્ઞાન, ધ્યાન, સંયમ, સ્વાધ્યાયમાં આગળ વધી, કર્મોના બંધનમાંથી વહેલામાં વહેલા મુક્તિ મેળવો – એ ગુરુપૂર્ણિમા (અષાડ સુ ૧૫)નો પવિત્ર સંદેશ ખાસ તમોને સમયસર મળે એ કામનાથી આ પત્ર લખ્યો છે.
ફ્રી
પાટણ
૭-૭-૮૫ વિ જણાવવાનું કે તત્વનિષ્ઠાની કેળવણી, આરાધના માર્ગે ખાસ જરૂરી છે. તત્ત્વ = ચૈતન્ય તત્વની ઓળખાણ, તેના મૌલિક સ્વરૂપની પિછાન, અને તેને આવરીને રહેલાં કર્મોનાં આવરણોનાં ઉદ્દગમ સ્થાનોની ઓળખાણ થવાથી, તેના વારણ માટે જિનશાસનની અંતરંગ પ્રતીતિ સાથે, અંતરંગ બહુમાનભરી ઓળખાણ થવા પામે છે.
આત્મતત્ત્વના પરિચય માટે પરમાત્માની હિતકર વાણીનું શ્રવણ, જ્ઞાની-ગુરુની નિશ્રાએ મેળવવું જરૂરી છે. આત્મતત્વનો પરિચય જિનવાણીનો મુખ્ય સૂર હોય છે, તે માટે આપણું ભૌતિકવાદીપણું વિચારોમાંથી ઘટાડવું જરૂરી છે. તે અંગે જ્ઞાનાચારની શાસ્ત્રીય મર્યાદાઓનું પાલન જરૂરી છે. જ્ઞાનાચારની મર્યાદાઓમાં આજ્ઞાનું પ્રાધાન્ય છે, સ્વચ્છંદવાદને નાથવા આજ્ઞાપ્રધાન જીવન બનાવવાની વાત પર વધુ ભાર છે.
તેના અવાંતર પાંચ પ્રકાર જણાવ્યા છે – ૧. કાળ = યોગ્ય સમયની મર્યાદા, અસજઝાય, કાળવેળા, આદિના પરિવારની તત્પરતા. ૨-૩. વિનય-બહુમાન = બાહ્ય-આત્યંતર સત્કાર, સન્માન-પ્રતિપત્તિથી, જ્ઞાન અને જ્ઞાની પ્રતિ
આપણા સ્વત્વને ઓગાળવાની તત્પરતા.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org