________________
૨૭૫
શ્રી નમસ્કાર મહામંત્ર તવચંદ્રિકા
લ૬િ
૧૪
ચાણસ્મા
૧૫-૬-૮૫ વીતરાગ પરમાત્માના શાસનમાં આપણા ધ્યેયબિંદુની નિર્મળતા ખાસ જરૂરી જણાવી છે. ધ્યેયની ચોકકસાઈ વિના પુરુષાર્થ યોગ્ય દિશામાં ધપી શકતો નથી. વીતરાગ પ્રભુએ જ્ઞાનના બળે જગતના સર્વ જીવોની કર્મપરવશતા નિહાળી કર્મની પરાધીનતા ટાળવા માટેનું ધ્યેય મહત્ત્વનું જણાવ્યું છે.
આપણી શકિતઓ પુગલકેંદ્રિય બની કર્મસત્તાને વધુ દઢ-મજબૂત બનાવે છે. પણ આત્મકેંદ્રિય આપણી વૃત્તિઓ, અવરોધ તરીકે રહેલ વિજાતીય તત્વ = કર્મને સમૂળ હઠાવી, આત્મશક્તિના પૂર્ણ વિકાસને પ્રગટાવે છે. વિચારોમાં પુદગલ કેન્દ્રિયતાની વિરસતા યોગ્ય રીતે ભાવિત થાય, તો વિચારો અને સંસ્કારોની મૈત્રી ટૂટે, પરિણામે સંસ્કારોને સક્રિય થવા માટેની પ્રથમ ભૂમિકા વિચારોની ન મળે, તો સરવાળે પોષણવિહીન છોડવાની જેમ સંસકારો નિર્વીર્ય બની જાય. તેથી જિનશાસનના આરાધકે, આત્મશક્તિના વિકાસને અવરોધનાર કર્મસત્તાને વિખેરવાના ધ્યેયને કેળવવું ખાસ જરૂરી છે.
અનંતોપકારી શ્રી તીર્થંકરદેવ પરમાત્માઓએ જગતના સર્વજીવોની કલ્યાણની દિશાનું સૂચન કરતાં, આત્માના વિકાસને આડે રહેલ વિજાતીય = કર્મસત્તારૂપ તત્ત્વને ખસેડવા પર ખૂબ ભાર મૂક્યો છે. પૂ. કલિકાલસર્વજ્ઞ આ. શ્રી હેમચંદ્રસૂરીશ્વર ભગવંત શ્રી વીતરાગ સ્તોત્રમાં (૧૯મા પ્રકાશમાં) આ વાત સ્પષ્ટ રીતે ટંકાર રૂપે કહી છે કે –
“મત્તિમયHજ્ઞા તે, પાયગોવર
મારવ: સર્વથા દેયર, ૩૫ % સંવર: ” અર્થાત્ – હે વીતરાગ પ્રભો ! આપની હેય-ઉપાદેયને સૂચવનારી શાશ્વત આશા છે કે આશ્રવ = જેનાથી કમ આવે - તે સર્વથા હેય = છોડવા લાયક છે અને સંવર = આત્મામાં નવાં કર્મો આવતાં અટકે - તે ઉપાદેય છે.” અર્થાતુ કર્મના પુગલો આત્મશકિતથી વિજાતીય છે, તેથી તેને આવતા અટકાવવાની અનાદિકાલીન શાશ્વત આજ્ઞા છે.
આ આજ્ઞાને નજર સામે રાખી, આરાધક પુણ્યાત્માએ આ આજ્ઞાને સફળ બનાવવા માટે, આશ્રવદ્ગારોને અટકાવનાર ત્યાગ – નિયમ - વ્રત – પચ્ચકખાણ આદિ અનુષ્ઠાનો તથા સંવરભાવને વધારનાર પંચમહાવ્રત, વિવિધ તપસ્યા, પરીષહસહન, ઉપસર્ગોની તિતિક્ષા, ગુણસ્થાનકોચિત વિશિષ્ટ યથોચિત પ્રવૃત્તિ, ષડાવશ્યકનું યથોત્તર વિશિષ્ટ પાલન આદિ આધ્યાત્મિક પ્રવૃત્તિઓ, જ્ઞાનીની નિશ્રામાં શાસ્ત્રીય મર્યાદા મુજબ સાનુબંધ આચરવાની ખાસ જરૂર છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org