________________
શ્રી નમસ્કાર મહામંત્ર નવચંદ્રિકા
જગાણા
૯-૭-૮૩ ધર્મ મહાસત્તા ને કર્મસત્તા સહયોગ કરે છે એ વાત ખૂબ ગંભીરતાથી સમજાય તેવી છે. કર્મસત્તા જગતના પ્રાણીમાત્રને કનડે છે. છતાં ધર્મમહાસત્તાનું શરણું સ્વીકારનારને કર્મસત્તા નડતરરૂપ બનતી નથી પણ સહયોગ આપનારી બને છે. કેમ કે કર્મસત્તાનો આધાર પગલિક ભાવ કે જડપદાર્થોની મમતા છે. ધર્મમહાસત્તાનો આધાર આત્મા અને તેની શકિતઓના વિકાસની સાથે છે. કર્મસત્તા પૌદ્ગલિક પદાર્થોની મમતાની તીવ્રતાએ હેરાન કરે છે. પણ ધર્મ-મહાસત્તાના શરણે ગયેલાની પગલિક પ્રીતિનું પ્રમાણ જ્યારે ઘટવા પામે છે ત્યારે કર્મસત્તાને હેરાન કરવાનું યોગ્ય વાતાવરણ ન મળવાથી કર્મસત્તા શિથિલ બને છે. કયારેક આરાધક પુણ્યાત્માની આત્મશકિત — વિકાસની તીવ્રઝંખનાના બળે કર્મસત્તા અનુકૂળ બની શુભ પુણ્યકર્મના વિપાકરુપે અનુકૂળ પદાર્થો - વાતાવરણ રજૂ કરવા રૂપે કર્મસત્તા અનુકૂળ બની જાય છે.
આ જ રીતે ધર્મમહાસત્તાના આધારરૂપ આત્મશકિત – વિકાસની ઝંખના મંદ પડે અને પદ્ગલિક ભાવોની પ્રીતિ ગાઢ બને ત્યારે કમસત્તાને અનુકૂળ યોગ્ય વાતાવરણ મળવાથી કર્મસત્તા હેરાન કરવા માંડે છે. એટલે ધર્મ–મહાસત્તાનું શરણ નહીં સ્વીકારનારને કર્મસત્તાનો વધુ ત્રાસ ભોગવવો પડે. આમ એકબીજા પરસ્પર પ્રબળ – મંદ અવસ્થામાં આત્માને કનડે છે, – સહયોગ આપે છે.
વળી ધર્મ-મહાસત્તાનું છતી શક્તિએ શરણું નહીં સ્વીકારનારને કર્મસત્તા વધુ કનડે, તેથી કર્મસત્તા ધર્મ-મહાસત્તાની વિરોધી દેખાવા છતાં સરવાળે ધર્મ-મહાસત્તાને પોષક બને છે. આ રીતે સત્તા તો ખરેખર ધર્મ-મહાસત્તાની, જેના છત્ર તળે આરાધક પુણ્યાત્મા યોગ્ય વિકાસ કરી શકે છે, પણ ધર્મ-મહાસત્તાના આશ્રયનો યોગ્ય લાભ આરાધક પુણ્યાત્મા ન ઉઠાવી શકે તો કર્મસત્તા પ્રબળ બની આરાધકને ધર્મ-મહાસત્તાનો પ્રભાવ વધારવાના ગર્ભિત આશયની જેમ કર્મજન્ય ત્રાસ વધુ આપી છેવટે તેને ધર્મ મહાસત્તાના શરણાની જિજ્ઞાસા ઊભી કરે છે.
આ રીતે નવકારમંત્ર કર્મસત્તાનાં પ્રબળ મૂળને ધર્મ-મહાસત્તાના શરણના સ્વીકાર દ્વારા ઢીલાં કરે છે.
આ વાત શ્રી નવકારના સાતમા પદમાં “શ્વપાવપૂજાસ” પદથી સૂચવી છે.
પાપનો અર્થ જ આત્મવિકાસમાં જે અવરોધક હોય તેનો મૂળમાંથી અને બધી જાતનાં પાપોનો નાશ કરવાની શકિત પણ મંત્ર શ્રી નવકારમાં છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org