________________
શ્રી નમસ્કાર મહામંત્ર તત્તચંદ્રિકા
૫૯
આવા મહાશક્તિશાળી શ્રી નવકારને અંતરની શ્રદ્ધા-ભકિતરૂપ પકકડથી વળગવાની જરૂર છે. વાંદરીનું બચ્ચું જેમ એની માતાને – વાંદરીને વળગે છે કે વાંદરી લાંબી ફલાંગો ભરે તો પણ બચ્ચું વચ્ચે પડતું નથી. તેવી પકકડથી શ્રી નવકાર સ્વરૂપ માતાને આપણે દઢ ભક્તિ, અવિચલ શ્રદ્ધા, આત્મશુદ્ધિના ધ્યેયથી તેમજ સદ્ગુણોના વિકાસના દષ્ટિકોણથી વળગી રહીએ તો આપણા જીવનનો વિકાસ થયા વગર રહે નહીં. અનેક દુર્ગુણો સદંતર નાશ પામી જાય.
જેમકે શ્રેષ્ઠીપુત્ર શિવકુમારે પોતાના જીવનમાં આનો સાક્ષાત અનુભવ કર્યો. - શિવકુમાર શ્રીમંત શેઠિયાનો પુત્ર, એકનો એક દીકરો, એટલે વધુ લાડમાં ઊછર્યો. પરિણામે નાનપણથી “મધ હોય ત્યાં માખીઓ આવે"ની જેમ ભાઈબંધોની સોબતમાં હલકા સંસ્કારો - જુગાર-ચોરી-પરસ્ત્રીગમન - દારૂ વગેરેમાં ફસાયો, પિતાએ ઘણું સમજાવ્યો પણ જુવાનીના જોશમાં અને ખરાબ સોબતની અસર તળે પિતાનું કહેવું ન માન્યું અને સાથે વ્યસનોમાં પાવરધો બન્યો. | પિતા અત્યંત દુઃખી થયા પણ ઉમરલાયક છોકરાને વધુ શું કહેવાય! છેવટે થાકીને એક વખત – પ્રાય: મૃત્યુ વખતે પિતાએ શિવકુમારને કહ્યું, ભાઈ! સારી સોબતમાં રહેજે, સદાચારનાં ફળ મીઠાં છે. છતાં તું દુ:ખમાં ફસાય ગભરાઈ જાય ત્યારે આપણા કુળ-મંત્રરૂપ શ્રી નવકાર મહામંત્રને શીખી લે, તેના સ્મરણથી તારાં બધાં દુઃખ દૂર થઈ જશે – એમ કરી નવકારમંત્ર તેને આવડતો હતો જ, પણ બરાબર સરખો શીખવાડ્યો.
પિતાના મૃત્યુ પછી ભાઈ સાહેબ વધુ સ્વચ્છંદ બની બધી સંપત્તિ - લક્ષ્મી બરબાદ કરી રસ્તામાં રખડતા થઈ ગયા. ભાઈબંધો ભાગી ગયા. ખાવાના ફાંફાં થયાં, મજૂરી કરવાનો વખત આવ્યો. તેમાં એક અઘોરી બાવો ભેટી ગયો. અઘોરી બાવાએ લક્ષણવંતા આ શ્રેષ્ઠીપુત્રને મીઠું બોલી ફસાવી કાળી ચૌદશે મસાણમાં લઈ જઈ પૈસાદાર બનાવવાની લાલચ આપી પોતાની જોડે સાધનામાં બેસાડ્યો - મસાણમાંથી એક મડદું તેની પાસે ઉપડાવી તેની પાસે જ હવડાવી, લાલ કપડાં – માળા પહેરાવી તે મડદાના હાથમાં તલવાર આપી તે મડદાના પગે ઘી ઘસવા શિવકુમારને બેસાડ્યો.
અઘોરીબાવાના અઘોરી વિદ્યાના મંત્રોચ્ચારો, સ્મશાન, મડદાના ભયંકર બિહામણા દશ્યથી ગભરાયેલો શિવકુમાર બાપના મરતી વખતના વચન યાદ કરી મનમાં શ્રી નવકાર ગણવા માંડ્યો.
તેના હિસાબે અઘોરીબાવાના મંત્રથી મડદું અડધું બેઠું થાય, પણ શિવકુમારના નવકારના જાપથી હેઠું પડી જાય.
શિવકુમાર પર તલવારનો ઘા ન કરી શકે. અઘોરી બાવાએ બીજે મંત્ર જપી શિવકુમારને કહ્યું કે, આ અગ્નિકુંડને તું પ્રદક્ષિણા દે, શિવકુમાર ગભરાયો, કદાચ મને ઉપાડી આમાં નાંખે તો, એટલે શિવકુમાર કહે કે તમે આગળ ચાલો, હું પાછળ ચાલું – એટલે યોગી પણ ભાવયોગે આસન છોડી અગ્નિકુંડને પ્રદક્ષિણા દેવા લાગ્યો. કુદરતે શિવકુમારને અચાનક સૂઝયું જેથી શિવકુમારે યોગીને ટાંટિયાથી પકડી પાસેના કુંડમાં નાંખ્યો, બધી વિધિ પૂરી થયેલ હોઈ તે યોગી અગ્નિમાં પડતાં જ સોનાનો પુરુષ થઈ ગયો. મડદું ઊઠીને ભાગી ગયું, અગ્નિ ઠંડો થઈ ગયો. સ્વર્ણપુરુષ ચમક ચમક થઈ રહ્યો, તે સ્વર્ણ પુરુષમાં એવું કે તેને જ્યાંથી કાપો ત્યાં ૨૪ કલાકે ફરી તેવું છે તે અંગ પૂરું થાય, કદી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org