________________
૧૬૪
શ્રી નમસ્કાર મહામંત્ર તત્ત્વચંદ્રિકા
મન્ના વચન પર શ્રદ્ધા કેળવી માત્ર શબ્દ યોગના આલંબને રાા લાખ જાપ કર્યો તો મારો ભયંકર ત્રાસદાયક રોગ જે ૬ વર્ષથી હેરાન કરતો હતો તે ચિરવિદાય પામ્યો. શરીર કંચનમય થવાની સાથે મનની અંદરના રહેલા વિક્ષેપ - ચંચલતા આદિ વિકૃતિભર્યા મહારોગો કાબૂમાં આવી ગયા અને પછી એકેક એવાં નિમિત્તો મળતાં ગયાં કે જેથી આંતરિક સમૃદ્ધિના પરિચય માટે શ્રી નવકાર મહામંત્રની સાધનાનાં ક્રમિક સોપાનો દેવગુરુકૃપાએ મળતાં રહ્યાં.
પરિણામે આજે આત્માની જીવનશુદ્ધિ, અંતરંગ આનંદ અને અધ્યાત્મ માર્ગની વિશિષ્ટ ભૂમિકાઓની અદ્ભુત પરિણતિનો અનુભવ થઈ રહ્યો છે. આ બધો પ્રતાપ વગર મુડે, વગર મને, પણ ગુર મના વચન પર અત્યંત આદરભાવથી તત્પરતાપૂર્વક થયેલા જાપનો છે. માટે તમો પણ આ રીતના જાપના પ્રભાવને અનુભવી શકો એ જરૂરી છે.
મુડના ભરોંસે બેસી ન રહો, ટ્રાય ટ્રાય અગેઈનનો મંત્ર જીવનમાં ઘૂંટી લો એ ખાસ જરૂરનું છે.
વઢવાણ સીટી
૫-૩-૮૪ | વિ જીવનની મંજિલોમાં પાયાની ભૂમિકા ૨૦ ૨૨ વર્ષની – તેમાં જે સારા કે ખોટા આચરણો દ્વારા જીવન નિર્માણની સારી કે ખોટી ઈંટો આડી – અવળી કે વ્યવસ્થિત મકાઈ જાય છે તેના પર જ આખી જીવન ઈમારતનો ટકાવ, વિકાસ અને સુવ્યવસ્થાનો આધાર છે.
તમે આ પ્રથમ તબકકામાંથી પસાર થવા આવ્યા છો. એટલું તમારા બધાનું સૌભાગ્ય છે કે ૧૪-૧૫ વર્ષના મહત્ત્વના ગાળામાં પૂર્વના સુકૃત સંચય બળે જિનશાસનના સાર સમા શ્રી નવકાર મહામંત્રના પરિચયમાં આવ્યા અને સં. ૨૦૩૨, ૨૦૩૩, ૨૦૩૪ના ગાળામાં તમોએ ખૂબ સારું બળ શ્રી નવકાર પાસેથી મેળવવા પ્રયત્ન કર્યો. પરિણામે આજે તમારામાં ખૂબ મહત્ત્વની જીવનશકિતઓનાં બીજ વવાઈ-સચવાઈ ગયાં છે જેના પરિણામે તમો શ્રી નવકારના જાપ સાથે જીવનની – બ્રહ્મચર્યની, સદાચારની, ખાનપાન – વિવેકની સ્વદ્રવ્યથી જિનપૂજાની મહત્તા સમજી શકયા છો. યથાયોગ્ય અમલ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org