________________
શ્રી નમસ્કાર મહામંત્ર તત્ત્વચંદ્રિકા
સત્તાને હંફાવનાર ધર્મ આરાધનાના બળને હંફાવવા - નબળું પાડવા પોતાથી બને એટલા પથરા ગબડાવવા રૂપે જાતજાતના માનસિક - કાયિક – આર્થિક - પારિવારિક આદિ અવરોધો – વ્યાક્ષેપોને આપણી આરાધનાને તોડવા ઊભા કરે.
જેથી આપણો આરાધનાનો રથ આ બધા અવરોધોના પથરાઓથી અટકી જાય, પણ ગુરુકુપા અને પરમેષ્ઠીઓની કરુણાની દિવ્ય પાંખોના આધારે આવા કે આનાથી મોટા પથરા કે મોટી શિલાઓ કે ડુંગરાઓ વચ્ચે આડા હોય તો ઉપરની બે પાંખોના આધારે આપણો આરાધના રથ આકાશમાર્ગે થઈ આ બધા અવરોધોથી અટકે નહીં. ઊલટું પૈડાની ગતિ કરતાં પાપોની ગતિમાં વેગ સ્પીડ વધુ આવે.
અધ્ધર
૧૬૩
એકંદરે અવરોધો - વ્યાક્ષેપોથી આપણી આરાધનાની ગાડી અટકે તો સમજવું - આપણી પાસે ગુરુકૃપા અને પરમેષ્ઠીઓની કરુણારૂપ બે પાંખો નબળી છે. તે માટે આપણું સમર્પણ અને શરણાગતિભાવનું બળ ઓછું પડે છે એમ અનુમાન થાય.
-
-
માટે પુણ્યવાન વિવેકી આરાધકોએ આરાધનામાં આવતા અવરોધો – વિઘ્નોથી ખચકાયા વિના અંતરના ઉત્સાહ સાથે અવરોધો – વિનોને કસોટી - પરીક્ષારૂપ સમજી અંતરના સમર્પણ – શરણાગતિભાવનું બળ વધારી ગુરુકૃપા અને પંચપરમેષ્ઠીઓની કરુણાનો આશ્રય મેળવવા તત્પરતા કેળવવી.
Jain Education International
વળી બીજી વાત, લૂંટારાઓનો ભય કયારે? ધન, સંપત્તિની પ્રચુરતા થાય ત્યારે, લૂંટફાટ, ધાડપાડુઓ માલદારને ત્યાં જ ત્રાટકે, ગરીબોની ઝૂંપડપટ્ટીમાં લૂંટારાઓ ન ત્રાટકે, ત્યાં મળે શું? આ રીતે આપણે જ્યારે અંતરના જીવનધનની જાગૃતિને મેળવવા આરાધના દ્વારા આવરણ કરનારાં કર્મોના પડદાને હઠાવવા પ્રયત્નશીલ થઈએ, ત્યારે કર્મરાજા રૂપ લૂંટારુઓની ટોળી આપણે અંતરના જ્ઞાનાદિ-ધનની ઝવેરાત કરતાં બહુમૂલી સંપત્તિ મેળવી રહ્યા હોઈએ ત્યારે ત્રાટકે, આપણને અવરોધો વિક્ષેપોથી ગભરાવી મૂકી – આપણી આરાધનાને ડહોળી નાંખે, આપણને હતોત્સાહ કરી મૂકે. પણ હકીકતમાં આ બધું થાય એ સાહજિક છે. આ અંગે ફરિયાદ કે અંતરમાં ખેદ ન કરવો કે અમારી આરાધનામાં આવું બધું કેમ! ઊલટું મારી આરાધનાનો પાવર વધી રહ્યો છે જેથી મારા હરીફ્ના ટાંટિયા ઊખડવા માંડ્યા છે એટલે તે મારી આરાધનામાર્ગે વિક્ષેપો - અવરોધોના પથરા ફેંકે છે. પણ હકીકતમાં મારી વધેલી કિતનું કનેક્ષન પંચપરમેષ્ઠીઓની કરુણા અને ગુરુકૃપા સાથે સમર્પિતભાવ અને શરણાગતિ દ્વારા કરી અવરોધો – વ્યાક્ષેપોથી મારી આરાધના ડોળાય નહીં અને હું આરાધનાના માર્ગથી ચલિત ન થાઉં – એવી દઢતા દેવ-ગુરુના અનુગ્રહથી મેળવવા પ્રયત્ન કરવો.
અંતરનો વિવેક અને વિશિષ્ટ સમર્પણભાવ આ રીતની દૃઢતા માટે ઉપયોગી છે.
For Private & Personal Use Only
-
સમય સંખ્યાના
આ જાતના વિવેક અને સમર્પણભાવની કેળવણી માટે તમો સ્થાન નિયત ધોરણને જાળવવાપૂર્વક જાપમાં પ્રવર્તો એ વધુ જરૂરી છે. ભલે! મૂડ કે અંદરનો ભાવોલ્લાસ ન હોય.
મારો પોતાનો જાત અનુભવ છે અંતરની કંઈ પણ તૈયારી નહીં છતાં ગુરુ મ૰ પૂ. પંન્યાસ જી
-
1
www.jainelibrary.org