________________
૧૬૨
શકાય.
પણ આપણે ગયા જન્મમાં આરાધના બરાબર ન કરી હોય, પુણ્યના નાણાં કર્મ સત્તાની બેંકમાં જમા ન હોય તો આ ભવની કરાતી દોડધામ નકામી જ જાય. હા ! જો આ ભવમાં આ વાત સમજાઈ જાય અને દુન્યવી પદાર્થો માટે ફરજરૂપે કરવી પડતી પ્રવૃત્તિ ઉપરાંત ખૂટતાં પુણ્યનાં નાણાં વધારવા જો જિનપૂજા, ગુરુભકિત, દાન, દયા આદિ ધર્મ પ્રવૃત્તિની દોડધામ કરાય તો હજુ બરાબર કે તેનાથી કર્મસત્તાની બેંકમાં પુણ્યનું નાણું જમા થતું રહે.
પણ ધર્મપ્રવૃત્તિ કરવાના બદલે અંતરની વાસનાઓ અને સંસારની મોહમાયાને વધારવાની દોડધામ કરાય તો તેમાં પુણ્યના આધારે સફળતા મળે, પુણ્ય ઓછું પડે તો ગોઠવેલ બાજી વિખરી જાય. એટલે કો'ક બાહ્ય નિમિત્ત પર રોષ થાય અને સરવાળે નવું પાપ બંધાય એટલે પુણ્યને આવવાના દ્વાર બંધ. હવે તે પાપને કાઢવાના પ્રયત્નના બદલે અંતરના દુનિયાના રાગથી સંસારી પ્રવૃત્તિઓમાં જ વધુ ખૂંપ્યા જઈએ તો સરવાળે પાપનું જોર વધતું જાય, પુણ્યને આવવાના રસ્તા બંધ જ થઈ જાય.
તમો બધા સમજુ છો માટે વિવેકપૂર્વક સર્વિસ-ધંધાની જવાબદારી સિવાયના બાકીના સમયનો ઉપયોગ દુનિયાની પ્રવૃત્તિઓમાં ખૂબ થાય છે. તે માટે ખૂબ ગંભીરપણે વિચારજો.
શ્રી નમસ્કાર મહામંત્ર તત્ત્વચંદ્રિકા
פד
७८
Jain Education International
ચાણસ્મા
૧૧-૧-૮૪
શ્રી નવકારની આરાધનામાં અવરોધો - વ્યાક્ષેપો વધુ આવે તેથી ચલિત ન થવું. ખરેખર અવરોધો – વ્યાક્ષેપોનો વધારો આપણી આરાધનાની નકકરતા સૂચવે છે.
=
R
મધ હોય ત્યાં માખીઓ જાય. ગળપણ હોય ત્યાં કીડીઓ ઊભરાય. તેમ આપણે હકીકતમાં શાસ્ત્રીય રીતે આરાધનાના બળથી આંતરિક રાગાદિ દૂષણોને હઠાવવા સમર્થ કો’ક વિશિષ્ટ તત્ત્વની કેળવણીમાં સફળ થતા હોઈએ ત્યારે આપણી પ્રતિસ્પર્ધી કર્મસત્તાને ભારે વિમાસણ થાય કે આ જીવ મારી સત્તાના સકંજામાંથી છટકી રહ્યો છે, એટલે તે પોતાની સત્તાને ટકાવી રાખવી અગર પોતાની
For Private & Personal Use Only
www.jainelibrary.org