________________
શ્રી નમસ્કાર મહામંત્ર તત્ત્વચંદ્રિકા
૧૬૧
બે પ્રતિક્રમણ અને રોજનું ૧ સામાયિક, અંતરંગ વિકારી, વાસનાઓને નાથી શકે તેવું આરાધના પોષક સાહિત્યનું સામાયિકમાં વાંચન ( સામાયિક દિવસે થાય તો કરેમિ ભંતે ઉચ્ચારીને કરવું - અને દિવસે ટાઈમ ન મળે અને રાત્રે કરવું પડે તો શ્રુત સામાયિક કરવું એટલે શુદ્ધ વસ્ત્ર - ધોતી – ખેસ પહેરી કટાસણ પર બેસી ત્રણ નવકાર ગણી ધાર્મિક આરાધનોપયોગી વાંચન) શરૂ કરવું.
આ શ્રુત સામાયિક ઓછામાં ઓછું ૧૦ મિનિટનું થાય, વધુમાં વધુ ૭૫ થી ૮૧ મિનિટનું, જેટલું બેસવું હોય તેટલી મનમાં ધારણા કરી બેસવું, - ૨૫ મિનિટ ધારી તો પેલા સામાયિકની જેમ કટાસણા પરથી ટાઈમ પૂરો થયા પૂર્વે ઉઠાય નહીં. સંસારીકામ - વાતો થાય નહીં. આ સામાયિક યુત સામાયિક ગણાય.
- ટૂંકમાં બે ઘડીનું વિરતિનું સામાયિક ન શકય હોય, કદાચ તે સામાયિક રાત્રે કરવું હોય અને વિરતિ = કરેમિભંતેવાળા સામાયિકમાં બત્તી-દીવા-લાઈટના પ્રકાશનો ઉપયોગ ધાર્મિક સ્વાધ્યાય માટે પણ ન થઈ શકે. એટલે સામાયિકના લાભથી સાવ વંચિત ન રહેવાય તેટલા પૂરતી આ કામ ચલાઉ - ટેપરરી વાત છે. લાભ તો પેલા કરેમિ ભંતેવાળા સામાયિકનો જ વધુ છે.
પણ અંતરંગ જીવનસાધના કરનારે ૨૪ કલાકમાં ઓછામાં ઓછી ૧૦ મિનિટના નિયત સમયનું યુત સામાયિક જરૂર કરવું ઘટે. આનાથી અંતરંગ જીવનશકિતઓને પોષણ મળે છે, અવરોધક વાસનાનાં તત્વોને ખસેડવાનું બળ મળે છે.
જીવનસાધના બળને વધારનારાં મહત્ત્વનાં ત્રણ સાધનો – વીતરાગ ભકિત, વિધિપૂર્વક જાપ, વિશિષ્ટ સ્વાધ્યાય.
તમારા જીવનમાં આ ત્રણે વસ્તુ વ્યવસ્થિતપણે ગોઠવાય તે ખાસ જરૂરી છે. ત્રીજી વસ્તુની ઊણપ વહેલામાં વહેલી તકે ઉપર જણાવેલ વ્યુત સામાયિકની પદ્ધતિના અમલથી પૂરી કરવા ધ્યાનમાં લેશો.
આ ઉપરાંત સાત્વિક આહાર (જેમાં અભક્ષ્ય પદાર્થો - બજારુ - હોટલના તેમજ અભક્ષ્ય કેફી પીણાં વગેરે છોડવાનાં હોય.) સાત્વિક વાતાવરણ (ધંધા સર્વિસ સિવાય વાસનાવર્ધક વ્યકિતઓના વાતાવરણથી અળગા રહેવું. તેમાં તેવા ખાણી-પીણીના ભાઈબંધો, હરવા ફરવાના મિત્રો, નાટક, સિનેમા, મેચ વગેરેના સંપર્કથી અળગા રહેવું અને સવાંચન (જ્ઞાનીઓએ નિર્દેશેલ સાધનામાર્ગને પોષક ચૂંટેલાં પુસ્તકોનું નિયમિત ૧૦ થી ૧૫ મિનિટ વાંચન) આ ત્રણે બાબતોનો ખાસ ઉપયોગ રાખવાની જરૂર છે.
વળી, સંસારની પ્રક્રિયા તો પૂર્વજન્મના કર્મના સંસ્કાર મુજબ ગોઠવાઈ ગયેલી જ હોય છે. માત્ર સામાન્ય પુરુષાર્થ – ફરજ કરવા લક્ષ્ય રાખવું, પણ તેમાં રચ્યા-પચ્યા ન રહેવું.
બેંકમાં જેટલું જમા હોય તે મુજબ નાણાં મળે, ગમે તેટલા દોડો પણ બેંકમાં બેલેંસ ન હોય તો ચેક સ્વીકારાય શી રીતે? આ રીતે જગતના પદાર્થો માટે ગત જન્મની વિશિષ્ટ ધર્મ આરાધનાથી જે પુણ્યનું નાણું કર્મસત્તાની બેંકમાં જેટલું જમા કરાવ્યું તે આ જન્મમાં ભાગ્યરૂપ ચેક દ્વારા મેળવી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org