________________
શ્રી નમસ્કાર મહામંત્ર તત્તચંદ્રિકા
છે
STT
સાગર ઉપાશ્રય, પાટણ
ચૈ, વહ ૮, ગુરુવાર વિ. ગયા પત્રમાં શ્રી નવકારને મંત્ર તરીકે મનને અશુભ વિચારોથી બચાવે તે રૂપે વિચારણા
કરેલ.
એટલે જેમ જેમ નવકાર ગણીએ તેમ તેમ આપણા હૈયામાં જામી ગયેલ રાગાદિના સંસ્કારો સાબુના ઘસારાથી જેમ મેલ ઊખડે તેમ નવકારના વ્યવસ્થિત જાપથી ઊખડવા માંડે.
એટલે જ શ્રી નવકાર ગણનાર વિનયી, વિવેકી, જિજ્ઞાસુ આદિ ગુણવાળો બનતો જાય. કેમ કે મોહનીય કર્મથી જ આપણામાં ઉદ્ધતાઈ, સ્વચ્છંદતા, અવિવેક, કદાગ્રહ, અને વિચારોની પકકડ ઊપજે છે. માટે જેમ જેમ નવકાર ગણતા જઈએ તેમ તેમ આપણામાં વિનય, વિવેક, મધ્યસ્થતા, જિજ્ઞાસુ ભાવ વધવો જોઈએ.
પણ નવકાર ગણવા શી રીતે? તે ખાસ સમજવા જેવું છે.
સ્થાન, સમય, અને સંખ્યાનું ધોરણ એકધારું, ચોકકસ રાખવું જરૂરી છે. એક જ સ્થાને (કદાચ કો'ક પ્રસંગે બહારગામ જવું પડે તો નકકી કરેલ કટાસણા ઉપર) એક જ સમયે – સામાન્યથી સવારે ૪ થી ૭નો ઉત્તમ સમય. ૭ થી ૧૦નો સમય પણ લઈ શકાય. રાત્રે સૂર્યાસ્ત પછી ૧ કલાક બાદ. રાત્રે ૧૦ પછી નહીં.
આવા નિયત કરેલ સમયને ચોકકસ રાખવો. સંખ્યા એટલે શ્રી નવકાર ઓછામાં ઓછા ૩ થી શરૂઆત કરવી, પછી ૫, ૭, ૯, ૧૧, ૧૫, ૧૮, ૨૧, અને ર૭, ૩૬, ૪૧, ૫૪, ૬૩, ૭૨, ૮૧ પછી ૧૮. આ ક્રમથી ગણાય.
જે સંખ્યા શરૂ કરી તે જ જાળવી રાખવી. આગલી સંખ્યા શરૂ કર્યા પછી પાછલી સંખ્યાનો જાપ ન કરાય એટલે સંખ્યા ચોકકસ રાખવી.
ર૭ નવકાર સુધી જે ત્રિકાલ જાપ કરવામાં આવે તો વધુ લાભ થાય. ત્રિકાળ એટલે સવારે ૬-૦૦, બપોરે ૧૨-૦૦, સાંજે ૬-૦૦ આ ટાઈમે ગમે ત્યાં પણ માનસિક જાપ કરી લેવો. વસ્ત્રશુદ્ધિ બહુ આવશ્યક નથી, વળી સ્થાન કદાચ ન જળવાય તો સમય જરૂર જાળવી લેવો. કોઈ એવા પ્રસંગે અગર પ્રારંભકાળમાં સમય યાદ ન આવે તો જ્યારે યાદ આવે ત્યારે સંખ્યાનું ધોરણ જાળવી લેવું.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org