________________
શ્રી નમસ્કાર મહામંત્ર તત્ત્વચંદ્રિકા
એટલે જળવાય તો સ્થાન, સમય, અને સંખ્યા ત્રણે જળવવાં, પણ કયારેક ત્રણે ન જળવાય તો સમય, સંખ્યા, બે ખાસ જાળવવાં. કદાચ તે પણ ન જળવાય તો સંખ્યા તો જરૂર જાળવવી. મનમાં બેદરકાર ન બનવું કે હવે ભૂલી ગયા, સમય નથી જળવાયો તો કંઈ નહીં, કાલે ડબલ ગણીશું, એવો ભાવ જાપની શક્તિ ઘટાડી દે છે.
માટે બને તો સ્થાન, સમય, સંખ્યા, તે ન બને તો સમય, સંખ્યા, તે પણ ન બને તો છેવટે સંખ્યાનું ધોરણ તો જરૂર જાળવવું જ.
જે સંખ્યાએ જાપ શરૂ કર્યો હોય તેટલો કરી લેવો જરૂર - દિવસ ખાલી ન જવો જોઈએ. આ પ્રકારના નિયતીકરણથી જાપમાં નિરંતરતા વધે છે, એથી શક્તિનાં દ્વાર ખૂલે છે. પંકચ્યુયાલીટી નિયમિતતા કંટિન્યુટી – નિરંતરતા આવે. શકિતના ભંડારનાં દ્વાર ખોલવાની આ ચાવીઓ છે. શ્રી નવકારના આરાધકે આ બે માટે ખૂબ જ પ્રયત્નશીલ રહેવું.
આ અંગે વધુ વિચારણા હવે પછી.
פל
૧૨
૨૫
F
Jain Education International
સાગર ઉપાશ્રય, પાટણ
૯-૫-૮૩, ચૈ૰ ૧૦ ૧૨
શ્રી નમ૰ મહામંત્ર અંગેની પત્રમાળા તમે ઉમંગથી ગુરુ-શનિવારે ત્રણે જોડે મળી ને વાંચો છો - ચર્ચા-વિચારણા પણ કરો છો. એ જાણી ખૂબ આનંદ.
=
આજે આખા સંસારમાં મનજીભાઈનું સર્વત્ર સ્વતંત્ર રાજ્ય ચાલુ છે. તેના દબાણ તળે નાના મોટા સહુ છે.
હકીકતમાં આત્મા એ શેઠ છે. તેના નીમેલા મનજી મહેતા છે. તેના હાથ નીચે પાંચ ઇન્દ્રિયો ગુમાસ્તા તરીકે છે.
For Private & Personal Use Only
આપણા આત્માએ પોતાના મૂળભૂત સ્વરૂપને વીસરી જઈ સંસારી સુખોની ક્ષણિક વાસના-કામનાને આધીન બની કર્મ સાથે ભાઈબંધી બાંધી આજની પરિભાષામાં જીવરામ કરમચંદની
www.jainelibrary.org