________________
શ્રી નમસ્કાર મહામંત્ર તત્ત્વચંદ્રિકા
આગળ ઘોડો અને પાછળ ગાડી એ વાસ્તવિક છે, આગળ ગાડી અને પાછળ ઘોડો એ બેહૂદું છું. તે ગાડીમાં મુસાફરી શી રીતે ? આગળ નવકાર (ઘોડો) પછી આપણા સંસારી વ્યવહારો (ગાડી). આ રીતે કેળવણી મનને આપવાની જરૂર છે.
૧૭૬
મૈં
८७
જૈન આગમ મંદિર, પાલીતાણા
૧૧-૫-૨૪
સંસાર એટલે ઉપાધિઓનો શંભુમેળો. તેથી સંસારમાં રહેલી વ્યકિતઓ જાતજાતની ઉપાધિઓની વિડંબણાની વાતો કરે ત્યારે કાંઈ નવાઈ નહીં, પણ તે ઉપાધિઓના મૂળમાં બેઠેલ અજ્ઞાન રાગ – પરમેષ્ઠીઓની આજ્ઞાનો અનાદર આ બધાને હઠાવવા વ્યવસ્થિત પુરુષાર્થની જરૂર છે.
પુદ્ગલ
STUF
ફરિયાદી માનસ આંતરિક વિકૃતિની પરાકાષ્ઠા છે, ફરિયાદ કરવાથી કંઈ ઉપાધિ ટળતી નથી. તેથી ફરિયાદ કરતાં ફરિયાદના મૂળમાં રહેલ વિકૃત તત્ત્વોને પારખી તેને હઠાવવા ભગીરથ પુરુષાર્થના પંથે ધપવાની જરૂર છે.
શ્રી નવકારના આરાધકને આંતરિક ઉપાધિ સમજણશકિતના વિકાસથી હળવી થઈ જાય. પણ પાપકર્મના ઉદયથી પૂર્વમાં અજ્ઞાનાદિથી ઊભી કરેલ પરિસ્થિતિના આધારે બાહ્ય ઉપાધિઓ આવવાનો સંભવ ખરો !
Jain Education International
પણ તે વખતે શ્રી નવકારનો આરાધક તે ગણાય કે જે દીન ન બને. હતાશ ન બને, સંસાર જ આવો છે, ઉપાધિથી ભરેલ ન હોય તો સંસાર જ ન રહે. આવી વિચારણાથી બાહ્ય ઉપાધિઓ દ્વારા થતા માનસિક ડોળાણને શમાવવા પ્રયત્ન કરે તે ખરેખર શ્રી નવકાર મહામંત્રનો સાચો આરાધક ગણાય.
હકીકતમાં તમો પુણ્યશાળી છો કે આજના વિષમ ભૌતિકવાદના નગ્ન તાંડવ સમા વિષય વિલાસોથી ભરપૂર દેશકાળમાં પૂર્વના કો'ક વિશિષ્ટ પુણ્યના ઉદયે શ્રી નવકાર મહામંત્રના શરણે આવવાનું સૌભાગ્ય મળ્યું છે. તો આ વિશિષ્ટ તકનો યથાર્થ લાભ થોડા પ્રયત્નથી પણ મેળવવા માટે ચૂકવું
For Private & Personal Use Only
www.jainelibrary.org