________________
શ્રી નમસ્કાર મહામંત્ર તન્વયંત્રિકા
als
૨૧
મગરવાડા
૨૦-૬-૮૩, જેઠ સુદ ૧૦ વિ શ્રી નવકારના જાપમાં તમે એકચિત્તપણે આગળ વધી રહ્યા હશો.
એક વાત જરૂર ધ્યાનમાં લેશો કે આપણા જીવનમાં ખૂટતી પુણ્યની કડી શ્રી નવકારના જાપથી સાનુબંધ રીતે કેળવાય છે તેમજ આપણા જીવનના વિકાસમાં અવરોધક પાપકર્મોના ઢગલે ઢગલા પણ રૂના પૂમડાની જેમ ઊડી જાય છે.
ગમે તેટલા વિષમ પાપ કે પ્રબળ અંતરાયના ઉદયને પણ શ્રી નવકારના દિવ્ય સનાતન, શાશ્વત શક્તિ-નિધાન વર્ણોની અપૂર્વ શકિતથી હટાવી શકાય છે.
જુઓ! શાસ્ત્રમાં વાત આવે છે કે,
જંગલમાં રહેનારા શિકાર કરી જીવનારા માંસાહારી – ભીલ ભીલડી કો'ક જંગલમાં પર્વતની ગુફામાં ચોવિહારા ચાર મહિનાના સળંગ ઉપવાસની તપસ્યા કરી રહેલ જૈનમુનિના દર્શન થતાં જ ઠરી ગયા.
રોજ અવારનવાર દર્શને આવે, ભકિતપૂર્વક વંદના કરી બેસે. એક દિ' મુનિ મહારાજે યોગ્ય સમજી ઉપદેશ આપ્યો કે જેવો આપણો આત્મા છે તેવો જ સઘળા જીવોનો છે. આપણને કાંટો પગમાં વાગે તો કેવું દુઃખ થાય છે! તો બીજા જીવોને આપણાથી નાહક દુ:ખ કેમ દેવાય? આદિ ઉપદેશ સાંભળી કુણા પરિણામ ભીલ – ભીલડીના થયા – શિકાર બંધ કર્યો - માંસાહાર બંધ કર્યો – પણ અત્યાર સુધી કરેલ શિકાર - માંસાહારના પાપમાંથી કેમ છુટાય! તેના ઉપાયને પૂછતાં મુનિ મહારાજે શ્રી નવકાર મહામંત્ર શિખવાડ્યો.
શુદ્ધ બોલતાં આવડે તેમ ધ્યાન આપ્યું.
પેલા બંને ભીલ-ભીલડી પોતાનાં કરેલ પાપોનું પ્રાયશ્ચિત્ત કરવાની તમન્નાથી નિષ્ઠાપૂર્વક ગણવા માંડ્યાં, પરિણામે બીજા ભવમાં રાજપુત્ર - રાજપુત્રી તરીકે જન્મ્યાં અને વિપુલ સુખના ભોકતા બન્યાં.
એટલે કરેલ તીવ્ર પાપોની આલોચના રૂપે હૈયાની શુદ્ધિપૂર્વક શ્રી નવકારના શરણે અવાય તો અંતરની નિખાલસતામાં દિવ્યશકિત નિધાન શ્રી નવકારના વર્ષો જાપ બળે ભળે, એટલે વિરાટ શકિત ઊપજે – જેનાથી તીવ્ર પાપોનો નાશ થાય.
તો પછી આ દુનિયાના મામૂલી શારીરિક રોગો કે માનસિક વ્યથાઓ માટે એમાં શી નવાઈ!
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org