________________
શ્રી નમસ્કાર મહામંત્ર તવચંદ્રિકા
જેનાથી મારા સ્થળ જીવન કરતાં અત્યંતર જીવન ખૂબ જ વ્યવસ્થિત, શાંત અને આનંદની લહેરોવાળું બન્યું. માટે તો જરૂરથી જાપમાં મંડ્યા જ રહો, તેનાથી જીવનનો સર્વાગી વિકાસ ઝડપી વ્યવસ્થિત થશે, થશે જ !!
આ એક અનુભવના શિખર પરથી વિરાટ જીવન દષ્ટિથી જોયેલ પરમ સત્ય છે.
બીજી મહત્ત્વની વાત, જાપમાં સંખ્યાનું બળ વધે તે ખૂબ જરૂરનું છે. જેમ ૧૦, ૧૦૦, લાખ, દશલાખ અને ક્રોડ એમ ધનસંપત્તિમાં ઉત્તરોત્તર વધારો થાય એમ સંસારી માયાના જીવને પરમ આનંદ થાય તેમ જીવનમાં રોજની ૩ કે ૫ માળાના પણ સર્વના સરવાળાથી જીવનમાં આટલા હજાર – લાખ નવકાર ગણ્યા એમ આંતરિક સંતોષથી અંતરની શકિતઓનાં દ્વાર ખોલવાનો ભવ્ય પુરુષાર્થ આપોઆપ થાય છે.
આ ઉપરાંત આપણે શું થવું છે? તેની રૂપરેખા આપણી વારંવાર બદલાતી રહે છે. ઘડીકમાં ધનવાન, ઘડીકમાં નામ-કીર્તિવાળા, ઘડીકમાં સંસારના વૈભવોની વાત, ઘડીકમાં નામ અમર કરવાની ઘેલછા, આમ જાતજાતની રૂપરેખાઓ મગજમાં ઊપસતી આવે, તેના કરતાં આપણા આત્માની યોગ્યતા પ્રમાણે ભૌતિક અને આધ્યાત્મિક વિકાસ કરવાની ક્ષમતા શ્રી નવકારમાં હોઈ કંઈ પણ સ્પષ્ટ નામ આપવાના બદલે હે નવકાર! પ્રાણાધાર ! મારા જીવનની આંતરશકિતઓ વિકાસના પંથે વળે ! યોગ્યતા પ્રમાણે ફળ આપે, તને ઠીક લાગે તે રીતે મારા જીવનનો બાહ્ય-અત્યંતર વિકાસ કરજે!
એમ કહી આંતરિક ભાવસમર્પણ નિખાલસતાથી કેળવવાની ખાસ જરૂર છે.
શ્રી નવકાર સર્વજ્ઞ, અનંત શકિતશાળી છે. અંતર્યામી છે તો પછી આપણે આપણી ટૂંકી બુદ્ધિથી આપણા જીવન-વિકાસની ટૂંકી વ્યાખ્યાઓ રજૂ કરી મહાશકિતનાં ઊઘડતાં દ્વાર બંધ શા માટે કરવાં? દાતા છૂટે હાથે આપવા તૈયાર હોય ત્યારે આપણે નજીવી ટૂંકી બુદ્ધિથી તુચ્છ-સંકુચિત માંગણી રજૂ કરીએ એ તો ક્રોડપતિ કે મહારાજા કે ચક્રવર્તી પાસે ૧ પાઈ એક કાણી કોડી માંગવા જેવું થાય. માટે આપણે સમર્પણભાવ અને નિખાલસપણે મારી યોગ્યતા પ્રમાણે મારી આત્મશકિતના બાહ્ય-આધ્યાત્મિક વિકાસની જ માંગણી - પ્રાર્થના કરવી.
આમ કરવાથી જીવનનો સર્વાગીણ વિકાસ જેની ટોચ પરમોચ્ચ કોટિના મોક્ષના સહજ સુખ સુધી આત્મશકિતઓના સંપૂર્ણ વિકાસ સાથે જોડાયેલ હોય તેવો થઈ શકે. આ રીતે જાપમાં પૂર્ણ સમર્પણભાવ કેળવી આગળ વધો એ મહેચ્છા.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org