________________
શ્રી નમસ્કાર મહામંત્ર તત્ત્વચંદ્રિકા
એટલે જ શ્રી નવકારનો ઉપાસક શારીરિક રોગ માટે ડૉકટર કે દવાનો ભગત ન હોય કે તેના ભોંસે આરોગ્ય મેળવવાના વિચારને મનમાં સ્થાન ન આપે. જેનામાં તીવ્ર, અતિ ભયંકર શિકાર, ચોરી, જુગાર, વેશ્યાગમન જેવા ભયંકર પાપોનો પણ નાશ કરવાની શકિત છે તે નવકાર આપણા શરીરમાં ઉપજેલા અસાતા વેદનીયના ઉદયને ન હટાવી શકે એ બને જ કેમ !
વળી એક વાત શ્રી નમસ્કાર મહામંત્રના સ્તોત્રમાં લખ્યું છે કે, શ્રી નવકારના ૬૮ અક્ષરો છે. તેના એકેક અક્ષર પર ૧૦૮ દેવો મતાંતરે ૧૦૦૮ વિદ્યાઓની દેવીઓનું અધિષ્ઠાન છે.
-
૪૭
એક સામાન્ય દેવ પણ માનવનાં ધાર્યા કામ કરી શકે છે તો શ્રી નવકારના ૬૮ અક્ષરો ઉપર એકેક અક્ષરના ૧૦૮ દેવ ગણીએ, લગભગ ૭૦ દેવો જેના અધિષ્ઠાયક, મતાંતરે ૭૦ હજાર દેવો જેના અધિષ્ઠાયક – એવા શ્રી નવકારના પ્રભાવને અનુભવતાં વાર થી ?
માત્ર આપણા અંતરના સમર્પણની પૂર્ણ શ્રદ્ધાભકિતના જોડાણની જરૂર છે. તે થાય કે તુરત એક નહીં તો બીજો, બીજો નહીં તો ત્રીજો એમ કો'ક ને કો'ક દેવ આપણી શ્રદ્ધા-ભકિતના આધારે આપણી આરાધનામાં આવેલ અવરોધોને દૂર કરે ને કરે જ !
એક જ સિંગલ લાઇન હોય તો ફોન કરતાં કે જોડાણ થતાં વાર લાગે, પણ જ્યાં ડુપ્લીકેટ કે એકથી વધુ લાઇનો સક્રિય હોય તો જોડાણ થતાં કે વાત થતાં વાર શી? એક અધિકારી ખુરશી પર હોય અને અરજી કરનાર સેંકડો હોય તો કે’દિ આપણો નંબર લાગે? પણ ૫૦/૧૦૦ અધિકારી બેઠા હોય અને અરજી કરનાર ૧૦૦/૨૦૦ હોય તો પણ એક અધિકારી કરતાં તો જલદી પાર આવે જ. તો માણિભદ્ર, ચક્રેશ્વરી, ઘંટાકર્ણ, આદિ બધા તો એક જ અધિકારી અને તેની પાસે અરજી કરનારા ઘણા, એટલે લાખો- તેમાં પેલો દેવ કયાં પહોંચે ? આપણો નંબર શે લાગે ? પણ શ્રી નવકારમાં તો ∞ કે ૭૦ હજાર. એથી આગળ વધીને આગમોમાં તો શ્રી નવકારને જિનશાસનનો મુખ્ય મંત્ર ગણાવી જિનશાસનના જેટલા સમ્યગ્દષ્ટિ દેવો-દેવીઓ- અસંખ્ય છે, તે બધા શ્રી નવકારના અધિષ્ઠાયક ગણાય. તો આટલા બધા અસંખ્ય દેવોમાંથી કો'કનું તો ધ્યાન ખેંચાય જ પણ ફરક છે આપણી શ્રદ્ધાનો, અંતરની ભકિતનો.
આપણે એમ માનીને ચાલીએ કે શ્રી નવકારમાં તો
અરિહંત વીતરાગી,
સિદ્ધો તો મોક્ષે ગયા.
આચાર્યો,
ઉપાધ્યાયો,
સંસારથી વૈરાગી
Jain Education International
સાધુ
હવે આપણે પેટમાં દુ:ખે કે નોકરીમાં મુશ્કેલી થઈ, આ ભૌતિક ઉપાધિ તરફ આ અરિહંતાદિ પાંચ પરમેષ્ઠીઓ શું ધ્યાન આપે!
એટલે શ્રી નવકાર ગણવાથી શો લાભ ! ઠીક છે, મહારાજે કહ્યું માટે ગણીએ. આ કરતાં માણિભદ્ર, અંબાજી, ચક્રેશ્વરી, આ બધા દેવદેવીઓ જલદી પરચો પૂરે, આવી ધારણાથી શ્રી નવકાર ગણનારને
For Private & Personal Use Only
www.jainelibrary.org