________________
શ્રી નમસ્કાર મહામંત્ર તત્ત્વચંદ્રિકા
પાટણ
Che
૩૦
૧૭-૧-૮૬
આત્મવિકાસ સધાય છે તેની પ્રતીતિ આપણે શી રીતે કરી શકીએ ? એ એક મહત્ત્વનો સવાલ છે. આંતરિક વૃત્તિઓની સક્રિયતા ઘટે અર્થાત્ રાગદ્વેપની પરિણતિમાં ઘટાડો થાય, ગુણાનુરાગ દષ્ટિ કેળવાય, અને સ્વદોષદર્શનની સૂક્ષ્મક્ષિકા (ઝીણવટથી પારખવું) વધતી જાય. આ આત્મવિકાસનાં પ્રાથમિક પગથિયાં છે. આના આધારે આપણા અંતરંગ વિકાસની માત્રાને પારખી શકીએ.
R
Jain Education International
૩૦૧
ખરેખર આપણે સંસ્કારોની અટવામણીમાં એવા અટવાઈ ગયા છીએ કે સંસ્કારોની સક્રિયતામાંથી ઊપજતી વિચારોની આંધી કે વિકારોના વંટોળમાં આપણે આપણી જાતને ઓળખી શકતા નથી. તેથી આપણે અંતરમાં ડોકિયું કરવાની જરૂર છે કે આપણામાં સંસ્કારોની ક્ષીણતા થવા માંડી છે ? જેના પરિણામે વિચારોની આંધી અને વિકારોના વંટોળથી આપણે બચી શકીએ. આપણી અંતરંગ શુદ્ધિની જિજ્ઞાસા, અંતરંગ આત્મવિકાસનું સફળ ચિહ્ન પણ ગણી શકાય.
મહાપુરુષો પોતાની જાતે પ્રભુશાસનના પંથે અંતરંગ આત્મશુદ્ધિનાં પ્રતીકોના આધારે સફળતાપૂર્વક ધપી શકતા હોય છે. તેથી જ જ્ઞાની ભગવંતોએ કર્મસત્તાનાં મૂળ ઢીલા કરવા માટેના આપણા ધ્યેયપૂર્વકના પુરુષાર્થને બિરદાવ્યો છે. આપણી અંતરંગ વિચારધારામાં ભૌતિકવાદની ઘેરી અસરથી આપણે કર્મનાં બંધનોને હટાવવાના બદલે અશુભ કર્મ પ્રતિ નફરત ભૌતિક કારણે રાખવા છતાં શુભ કર્મો સાથે આપણે ગાઢી દોસ્તી બાંધવા તૈયાર રહીએ છીએ. હકીકતમાં તો અશુભ કર્મો ઉદ્દયાગત આવી આપણને બંધનમુકત કરે છે. આપણા ભૂતકાલીન અજ્ઞાનાદિની ભૂલનું પરિમાર્જન થતું હોય છે પણ અંતરંગ આત્મદૃષ્ટિ ખીલેલ ન હોઈ અશુભ કર્મોના બંધનના ઘટાડારૂપ અશાતાના વેદનને આપણે ભૌતિકવાદના ધોરણે અશુભ માની તેની નફરત કરીએ છીએ. જ્યારે શુભ કર્મો આપણી જૂની માંડ અકામ નિર્જરા આદિથી ભેગી થયેલ પુણ્યની રાશિરૂપ આપણી મૂડીને ઘટાડનાર હોઈ લૂંટારા જેવા ગણાય. છતાં શુભ કર્મો સાથે આપણે દોસ્તી બાંધવા તૈયાર છીએ. આ ખરેખર અજ્ઞાનદશાનું પરિણામ છે. અંતરંગ આત્મશુદ્ધિની વિકાસયાત્રાના પગથારે આપણે પગ મૂકીએ તો આ અજ્ઞાનદશા ઉપશમ પામે. આ વિના મુમુક્ષુતાનું પગરણ મંડાય નહીં.
આપણી વિવેકબુદ્ધિ જ્યારે વિશિષ્ટ રીતે કેળવાયેલી હોય ત્યારે આપણે આવી અજ્ઞાન દશામાં ખેંચાઈએ નહીં. ખરેખર આત્મકલ્યાણાર્થી આરાધક પુણ્યાત્માએ કર્યસત્તા માત્રને (શુભ કે અશુભ) આપણા આત્મવિકાસને અવરોધક ગણી, તેનાં બંધનોમાંથી છુટકારાની વાત મુખ્ય લક્ષ્યરૂપે રાખવી
For Private & Personal Use Only
www.jainelibrary.org