________________
શ્રી નમસ્કાર મહામંત્ર તત્ત્વચંદ્રિકા
તે સાથે છ આવશ્યકો મહિનામાં પાંચ વખત અમલમાં મૂકવા પ્રયત્ન કરવો. આ બધાથી કંટાળવાની જરૂર નથી.
આ બધી આરાધના
આ ઉમરમાં શું કરવાની?
આ બધું તો જરા ઠરી ઠામ થઈએ, કમાણી સરખી ગોઠવાય, લગ્ન આદિથી કુટુંબ સરખું થાય પછી ધર્મની - સામાયિક - પ્રતિક્રમણ આદિની વાત. કદાચ આવો વિચાર આવે, પણ જીવનના પ્રારંભે ઊગતી જુવાનીમાં શ્રી નવકારની ઓળખાણ મળી, હવે સરખી રીતે પાયાની આરાધના કરી લો. પાયાની ચીજો પાયામાં જ નંખાય, જેની દઢતા ઉપર આખી ઇમારત ટકી શકે. માટે ગયા પત્રમાં સૂચવાયેલ છ આવશ્યક અંગે ઉપેક્ષા ન કરશો. વર્ણયોગની આરાધના નિયત સ્થાન સમય - સંખ્યાની વ્યવસ્થા સાથે કરવામાં પ્રમાદ ન સેવશો. આ બધા પર આરાધનાની ઇમારત ટકી રહે છે.
વળી તમારા જીવનની મોટી નબળાઈ મને એ લાગી છે કે ભાઈબંધો મિત્રોના સર્કલમાં તમે તેમના જેવા બનવાનો પ્રયત્ન કરો છો - તેઓની દૃષ્ટિમાં તમે ધર્મી - ભગત થઈ જાઓ કે તેઓ તમને આ રીતે ઓળખે તે શબ્દોમાં સાંભળવાની પણ તમારી તૈયારી નથી. લોક-અજ્ઞાની જીવો ગમે તે બોલે, એથી આપણે આપણી સાધનાના પગથાર પરથી નીચા કેમ ઊતરાય ?
Jain Education International
જાપ-પૂજા આદિમાં ભાઈબંધો-મિત્રોના દબાણથી ગરબડ અવ્યવસ્થા ઊભી થાય તે ચલાવવા લાયક નથી. ભાઈબંધો સાથે હરવા-ફરવા-પ્રવાસ-યાત્રાના કાર્યક્રમો મારા દબાણથી તમે બંધ રાખો છો, પણ હજી તમને મનમાં તે અંગે વસવસો રહે છે, આમાં એમ નથી લાગતું કે, આરાધનાનો પાવર આજના ભાઈબંધોના સહવાસ શરીરસ્પર્શ અને તેઓના દૂષિત વિચારોના વાતાવરણથી ઘણો અટકે છે. તે પર તમારું ધ્યાન કેંદ્રિત થાય એ હું ઇચ્છું છું.
વેપારમાં નફો થોડો થાય કે મોડો થાય પણ નુકસાનીથી બચતા તો ખાસ રહેવું જોઈએ.
તમારી આરાધનાના પાયા આ ભૂમિકા પર સ્થિર થાય તો આરાધનાનો દિવ્ય પ્રકાશ જીવનપથ પર ફેલાયા વિના ન રહે. જીવનસાધનાનું અમૃત પામવાની તક તમારા જીવનમાં આવી મળી છે પણ થોડીક ઉપેક્ષાના કારણે તેનો લાભ લઈ શકતા નથી. આહારશુદ્ધિ, વાતાવરણશુદ્ધિ અને સૂચિત આરાધનાના પ્રકારોનો અમલ આ ત્રણ બાબત તરફ ખૂબ ધ્યાન દેવાની જરૂર છે.
-
૧૨૯
ww
For Private & Personal Use Only
www.jainelibrary.org